________________
સુવર્ણપુરમાં આચાર્ય સુર્યવિજય અને દીક્ષા મહોત્સવ. ૧૬૯ આવ્યા. કારણકે આચાર્યશ્રીના કેરટે ચડેલા ખટલાને સંદેશ વર્તમાન પત્રોએ ગામે ગામ અને ઘેરે ઘેર પહોંચાડી દીધું હતું તેથી અત્રે પણ આચાર્યશ્રીના મુખમાંથી બોલ પડે તેવા ઝીલી લેનાર ભકતો ઘણાજ ઓછા હતા. પણ કનકનગરથી લાલભાઈ જેવા શેઠ આવી પચવાથી આચાર્ય મહારાજનું માન ઠીક જળવાયું હતું.
આચાર્ય અને લાલભાઈ શેઠ એકાંતમાં વાતો કરતા હતા તેવામાં પેલો દીક્ષાને ઉમેદવાર ગેપાળદાસ આચાર્યની આજ્ઞા મેળવી તેમની પાસે ગયો અને વિનંતી કરી “મહારાજ ! હવે તો મારે અને આ મારા બે મિત્ર રજુલાલ અને મસ્તુલાલનો સાથે દીક્ષા લેવાને વિચાર થયો છે. બીજા બે જણા હમણાં ના પાડે છે પણ તે આપની સાથે રહેવા માગે છે, જ્યારે તેમને અમારા જેવો બરાબર ભાવ પ્રકટ થશે ત્યારે તે દીક્ષા લેશે. ત્યાં સુધી આપની સાથે વિહારમાં રહેશે ! અમને આ ગામમાંજ દીક્ષા આપો. જેટલા દિવસ ચારિત્ર વગર કાઢીએ છીએ એટલું અમને નુકશાન થાય છે. અમારી પાછળ કોઈ નથી, ત્રણે પંડપથારી છીએ. અમારે કાંઈપણ જોઈતું નથી.”
આચાર્ય–“તમારે અહીં જ દીક્ષા લેવાને ભાવ હોય તો અમે -તૈયાર છીએ. તમારા સારા નસીબે લાલભાઈ શેઠ પણ અત્રે આવેલા છે તે મોટી ધામધુમ સાથે દીક્ષા અપાવશે. કેમ લાલભાઈ શેઠ ?”
લાલભાઈ_“તે કામમાં હું તો તૈયાર છું. મુહૂર્ત શેધી કાઢો.”
આચાર્ય–“ગોપાળદાસ! તમારી સાથે દીક્ષા લેવા ઈચ્છા રાખનાર તમારા મિત્રોને બેલાવો.”
મિત્રે તો નીચે બેઠાજ હતા. ગેપાળદાસ તેમને બોલાવી લાવ્યો. આચાર્યશ્રી તેમને જોઈ ખુશ થયા, ત્રણે જુવાન હતા, મહારાજની ભક્તિ સારી રીતે ઉઠાવી શકે તેવા હતા. આ પ્રમાણે તેમની મુખાકૃતિ જોઈ પાસ કરી ત્રણેને નીચે જવા સૂચના કરી.
આચાર્ય–“લાલભાઈ! આપણે એક અરજ આપી ભદ્રાપુરીથી કલેકટરની રજા મંગાવવી પડશે, તમે મારા જામીનદાર રહ્યા એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com