________________
૧૪૮
પ્રકરણ ૧૮ મું. વામાં આવે તે તર્ક ઉઠાવી વાત તેડી નાખે. આચાર્યોના શબ્દો ઉપર શ્રદ્ધાજ નહીં.”
લાલભાઈ_“સાહેબ! હવે તો શ્રદ્ધાની વાત કરશે નહીં. મહાવીર ભગવાન કહી ગયા છે કે “ધર્મ ચારણીની માફક ચળાશે તેની આ બધી નિશાનીઓ છે, પડતે કાળ આવ્યો છે, માટે મહારાજ સાહેબ! હવે આરામ લો. બહુ પરિશ્રમ ન લો.”
આચાર્ય-“પણ એટલું તે ધ્યાનમાં રાખવું કે પ્રસંગ આવે. આપણા વિરોધીઓને જોઈ લેવા. ધર્મની વિરૂદ્ધ પડનારની સાથે તે આપણે તેમના જેવા થઈ તેમને દબાવી દેવા જોઈએ અને જેમ બને તેમ મોટી સંખ્યામાં દીક્ષા આપી સાધુની સંખ્યામાં વધારે કરે, જેથી ઠામ ઠામ વ્યાખ્યાન આપી અધર્મી ઓને ધમ બનાવે. નાસ્તિકને આસ્તિક બનાવે, અને તેમના આત્માનું કાંઈ ગયુ પક્ષપદને પ્રાપ્ત કરાવી શકે, તે માટે છુટા હાથથી વિદ્યાલયમાંથી 9 કરવામાં સાધુઓને પૂરતી મદદ કરો, તેમના માટે શ્રદ્ધા અને મારો વૈભવ શા કામને છે ? તેમના પ્રત્યેક શબ્દને શવસ વિચાપ માને. તેમાં જરાપણ શંકાને સ્થાન ન આપે. તેમની લિયા માથે ચડા. તેમના બોલ ઉપાડી લો. તેમ કરશે તેજ તમારું કલ્યાણ છે. નહીં તો ભવસાગરમાં રખડ્યા કરશે. લાલભાઈ શેઠ ! હું તો આ શ્રાવકોથી કંટાન્યો. માટે કાલે કેરટની જે વિધિ કરવાની હોય તે કરે એટલે અત્રેથી વિહાર કરી અને બીજા ગામ જઈએ.” - રાત વધારે વીતી જવાથી ગૃહસ્થ ત્રિકાળ વંદના કરી ત્યાંથી વેરાઈ ગયા. બીજા દિવસે અમાસ જેવો અશુભદિવસ હોવાથી તે જવા દઈને ફાગણ સુદ ૧ ના રોજ કલેકટરની પાસે શેઠ લાલભાઈ તથા બીજા બે ગૃહસ્થ જઈ જામીન સંબંધી તમામ તજવીજ કરી આવ્યા અને. કલેકટરે સાધુ સાધ્વીઓને વિહાર કરવાની રજા આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com