________________
૨૧૨
પ્રકરણ ૨૪ મું.
ગર્ભ હાલવાની સાથે ત્રિશલા માતા ઘણાં જ ખુશી થયાં. તમામ શોક દૂર થયે. માતાની આવી મનોદશા જોઈ તેજ ક્ષણે ભગવાને વિચાર કર્યો કે હજુ મારી માતાએ મારૂં મુખ જોયું નથી છતાં આટલી બધી પ્રીતિ રાખે છે, આટલો બધો મારા પ્રત્યે મોહ રાખે છે તે જ્યારે મારે જન્મ થશે અને મારું પ્રત્યક્ષ મેં જોશે ત્યારે તો તે મારા પ્રત્યે કેટલો બધો રાગ રાખશે? આવો માનો પ્રેમ ! ! આ વિચારની સાથેજ તેમણે સંકલ્પ કર્યો કે માતાની થાતી સુધી દીક્ષા લેવી નહીં. આ રીતે મહાવીર ભગવાને ગર્ભવાસમાં લીધેલા સંકલ્પ પ્રમાણે વર્તન કરી બતાવ્યું. માતાની આજ્ઞા દરેક વખતે માથે ચડાવી પોતાની અઠ્ઠાવીસ વરસની વયે જ્યારે માતા દેવગત થયાં ત્યારે તેમણે દીક્ષા લેવાનો વિચાર તેમના મોટા ભાઈ નંદીવર્ધન આગળ જાહેર કર્યો. મોટા ભાઈએ કહ્યું “ભાઈ મહાવીર ! માતા ગઈ, હવે તમે દીક્ષા લઈ ઘરમાંથી જાઓ એટલે મને શી રીતે ગમશે” એમ કહી આંસુ નાખી કહેવા લાગ્યા બે વરસ રાહ જોઈ કરવું ઘટે તેમ કરજે.” મહાવીર ભગવાને કહ્યું જેવી ભાઈની ઇચ્છા. બે વરસ પછી દીક્ષા લઈશ.” આ પ્રમાણે તે બે વરસ ટક્યા અને ત્રીસમા વર્ષે દીક્ષા લીધી.
ગૃહસ્થો ! આનું નામ દીક્ષા, આનું નામ માતૃભક્તિ, આનું નામ આજ્ઞાનું પાલન, આનું નામ ધર્મ, આનું નામ સત્ય, આનું નામ હદયની શુદ્ધિ અને શાંતિ. મારે આ સ્થળે કહેવું પડે છે કે હાલમાં કેટલાક યુવાન છોકરાઓ માતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી, તેમનો તિરસ્કાર કરી દીક્ષા લે છે. અને સાધુઓ માબાપની કે સગાંની સંમતિ શીવાય દીક્ષા આપે છે. આવી દીક્ષાથી શું ફાયદો ? જેણે નવ માસ સુધી ઉદરમાં રાખી પોષણ કર્યું, અને જન્મ થયા પછી જેણે મળમૂત્ર ધોઇ ધવરાવી મેટ કર્યો, તેની આજ્ઞાને ઠેકરે મારી, આંતરડી કકળાવી, તિરસ્કાર કરી છેકરે દીક્ષા લે તે તે પછી ગુરૂનું શું કલ્યાણ કરશે ?
આટલા બધા ઉપકાર કરનાર માને ન ગાંઠે તે પછી ગુરૂને ગાંડી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com