________________
રસિકલાલ ઉપર ચેરીને આરોપ.
૩૪૩
દાગીના પણ પડાવી લીધેલા, દાગીના પાછા મળવાથી તે બિચારી મારી પાસે આવીને સાચવવા મુકી ગઈ અને તે દાગીનાની ડમ્મી અમારી ગફલતથી તીજોરી બહાર રહી ગઇ અને ચાકર ચેરી ગયો. મેં ફરીઆદ કરી, દાગીના ચેકશીને ત્યાંથી પકડાયેલા છે તે તમારી ઓફીસમાં છે અને કેસની મુદત પડી છે.”
આ પ્રમાણે સવિસ્તર હકીકત સાંભળી ઈન્સ્પેકટરે રસિકલાલની ચેરીના કેસના કાગળો કાઠી વીરબાળાની યાદીની નકલ વાંચી કહ્યું
ઉદયચંદે તમારા ઉપર ચોરીને આરોપ મુક્યો છે તો તેને ખોટો પાડવા વીરબાળાના હાથની યાદી અને તેની પુષ્ટિમાં વીરબાળાની જુબાની બસ છે.” એમ અભિપ્રાય જણાવી શંકા પડવાથી વિચારમાં પડયો.
ચંદ્રકુમાર–“કેમ ઉંડા વિચારમાં પડયા ?”
“વિચારમાં પડવા જેવું છે” એમ કહી બેલ વગાડી કારકુનને બોલાવ્યો અને ઉદયચંદની ચોરીની મૂળ ફરીઆદ તથા રસિકલાલને ત્યાં દાગીનાની ડબ્બીની થયેલી ચોરીની ફરીઆદ તથા ચેકશીને ત્યાંથી મળી આવેલા દાગીના તથા કાગળો મંગાવ્યા. કારકુન તે કાગળો અને દાગીના લઈને આવ્યો. ઉદયચંદે લખાવેલું દાગીનાનું લીસ્ટ કાઢયું તેમાં પણ આઠ બંગડીઓ, એક ગળાને નેકલેસ, બે નક્કર કડાં, ચાર દોરા, અને એક લકેટ વાંચવામાં આવ્યાં. વીરબાળાની યાદીમાં પણ તેજ દાગીના બતાવ્યા હતા અને તે સાથે વજન પણ મેળવતાં મળી રહ્યું.
આ ઉપરથી ઈન્સ્પેકટરને શંકા થઈ કે જરૂર આ ચોરી કરનાર વીરબાળાને ધણું હે જોઈએ એમ આ કાગળ ઉપરથી જણાઈ આવે છે. વીરબાળાના ધણીને વધુ તપાસ કરવા માટે હું કનકનગર સવિસ્તર હકીકત લખું છું. ત્યાંથી વધુ પૂરાવો આવેથી તમારા ઉપર મુકાયેલા આરોપના ખેટાપણું ઉપર વધુ અજવાળું પડશે. મારી ઇચ્છા એવી છે કે તમે વકીલની સલાહ લઈ તેના ઉપર બદનક્ષીની ફરીઆદ માંડે અને આબરૂની નુકસાનીને દાવો પણ દાખલ કરે. સાધુઓના ઝગડાની ઇર્ષાથી ખોટા આરોપ મુક્યા છે વગેરે બનેલી હકીકત જણાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com