________________
૩૪ર
પ્રકરણ ૩૪ મું. w
મેનેજર---“તે વાત મને પસંદ પડી. માટે તમે બને ત્યાં જાઓ. વધુ પિકળ બહાર લાવી પોલીસને મદદ કરી બદમાસને શિક્ષા કરો.”
તેઓ તરતજ ત્યાંથી ઉઠીને પિલીસ કચેરીમાં ગયા. ઇસ્પેકટરે પિોલીસ ઉપર આવેલા મુદ્દાના કાગળો રસિકલાલને વાંચવા આપ્યા. તેમાં તે મેનકા, પ્રાણલાલબાબુ, જયંતીલાલ, સરિતા અને બસંતી લાલના તાંત્રિક તપાસ કરવા તથા રસિકલાલ પાસે દાગીના છે તેને કબજો મેળવવા ખાસ સૂચના કરેલી હતી. તે પછી રસિકલાલ પોતાના ઉપર થયેલી ફરીઆદ અરજી વાંચવા લાગ્યો. મે. રા. પોલીસ ઇન્સ્પેકટર સાહેબ!
મારે ત્યાં ચોરી થયાની ફરીઆદ આપને પ્રથમ આપેલી છે, તે સંબંધી. તપાસ કરતાં મને ખાત્રી થઈ છે કે તે ચોરી રસિકલાલ સુંદરલાલે કરેલી. જાય છે કારણકે તેમને ત્યાં તેમના નોકરે દાગીનાની ડબ્બીની ચોરી કરેલી તે બાબત તેમણે ફરીઆદ કરેલી અને દાગીના એક ચોકશીને ઘેરથી પકડાચેલા તે આપના તાબામાં લીધેલા છે અને તેને કેસ થયેલે છે એમ મારા જાણવામાં આવ્યું છે. ચોકશીને ત્યાં દાગીનાની હકીક્ત, વજન, તથા મુદ્દો વગેરે મેળવી જોતાં મારી યાદીમાં લખ્યા પ્રમાણે મળી રહે છે. માટે મારા દાગીના રસિકલાલને ત્યાં ક્યાંથી આવે તેને આપ વિચાર કરશો. તેથી મને લાગે છે કે તેમણે ચોરી કરેલી હોવી જોઈએ માટે તેમને પકડી તપાસ કરવો જોઈએ. લકાપુરી અષાડ વદ ૧૨
લી. ઉદયચંદ કરમચંદની સહી દા. પતે. ઉપર પ્રમાણે અરજી રસિકલાલ વાંચી રહ્યા કે ઈન્સ્પેકટરે કહ્યું “આ વાત મેં મેનેજરને કરી હતી પણ આજે ત્યાંની પોલીસના આવેલા કાગળો અને વીરબાળાની જુબાની તેના ઉપર ઘણુંજ અજવાળું પાડે છે. તમારી પાસે ખુદ બાઈના હાથની જ યાદી છે?”
રસિકલાલ-ખુદ બાઈના હાથનીજ છે, તેની નકલ મેં મારી ફરીઆદ અરજી સાથે જ આપેલી છે. તેનો ધણું તેના ઉપર ત્રાસ વર્તાવતે, સદેરીઓ હતા, પિસા ગુમાવી બેઠે હતો, તેથી નરીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com