________________
૧૨૪
પ્રકરણ ૧૬ મું.
- કચ્છ
પછી ઇન્સ્પેકટર પાસે કલ્યાણના કપડાંની પેટી મંગાવી કલેક્ટરે કહ્યું “કલ્યાણ! તમારી ઈચ્છા હોય તે આ કપડાં કાઢી નાખી તમારાં કપડાં આ પેટીમાંથી પહેરી લો.” આવો હુકમ થતાં કલ્યાણે પીળાં કપડાં ફેંકી દઈ ધોતીઉં, પણ કેટ ટોપી પહેરી લીધાં બળાત્કારે બનાવેલો સાધુ ચાર દિવસમાં પાછો સંસારી બની ગયો. તેના હૃદયમાં આનંદ અને શોક છવાઈ રહ્યા. દીક્ષાની જાળમાંથી છુટી પિતાની સગી બેનને મળવા ભાગ્યશાળી થયો અને કમનસીબે માબાપના દેવગત થયાના સમાચાર બેનના મેંઢેથી સાંભળી દિલગીર થયો. આ વખતે તેના હદયની કેવી સ્થિતિ હશે તેની કલ્પના ભાગ્યેજ થઈ શકે !
કલેકટર–“કલ્યાણ ! હવે તમારે તમારી બેન પાસે રહેવું હોય તે સુખેથી રહો. સરિતા બેન તમને તમારા ભાઈ સેંપવામાં આવે છે. તમારા કમનસીબે તમારાં માબાપ મરી ગયાં છે પણ પ્રભુકૃપાએ આ તમારા અવંતીલાલ કાકા તમારા પિતારૂપ છે તે તમારી સંભાળ રાખશે, ભણાવશે અને ઠેકાણે પાડશે.
ચંદ્રકુમાર! જાએ આ બંને ભાઈબેનને લઈ જાઓ. તમારા પિતાશ્રી પાસેથી મારે કેટલોક ખુલાસે લેવાનો છે માટે તેમની હમણાં મારે જરૂર છે.”
પછી બંને ભાઈબેનને લઈ ચંદ્રકુમાર કચેરીમાંથી વિદાય થઈ ગાડીમાં બેશી પિતાને ત્યાં ગયો. ત્યાર બાદ કલેકટરે અવંતીલાલની જુબાની લેવી શરૂ કરી.
કલેકટર–અવંતીલાલ ! તમે આ આચાર્યને ઓળખો છે?” અવંતીલાલ “હા સાહેબ! ઘણું લાંબા વખતથી ઓળખું છું.” કલેકટર–“તમે અહીં ક્યારે આવ્યા?” અવંતીલાલ-“આજે સવારે દસની ટ્રેનમાં અમરાપુરથી આવ્યો.” કલેકટર “કલ્યાણને દીક્ષા આપ્યાની વાત તમે ક્યાંથી જાણું ?”
અવંતીલાલ–સાહેબ ! ગઈ કાલ રાત્રે પોલીસને માણસ સરિતાના બાપ ભગવતીદાસને તપાસ કરવા આવ્યો હતો. તે તો મરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com