________________
કલ્યાણ અને સરિતાનેા મેળાપ.
૧ર૩
બિરાજમાન થયેલા ચાર પાંચ સાધુએની આંખમાંથી પણ આંસુ ટપકતાં હતાં. આ દેખાવથી આસપાસ શાંતિ ફેલાઈ રહી.
બંને ભાઈ એનને ભેટવાનું મન થયું પરંતુ કાટમાં હતાં તેથી મર્યાદા રાખી પોતાના સ્થળે રહી એક બીજાની સામું અશ્રુમય આંખે વારંવાર જોવા લાગ્યાં.
..
કલેક્ટર—“ કલ્યાણ ! હવે તમારી શી મરજી છે? કલ્યાણ—“ હવે હું મારી બેનની સાથે ઘેર જઇશ. આ કાકાને પણ ઓળખું છું. તેમના ઘરમાં અમે ભાઇબેન ખુબ રમતાં હતાં.” આ વખતે તેના મુખ ઉપર આનંદની ઝાંખી છાયા જોવામાં આવી. આગળ પ્રશ્ન પુછતાં કલેક્ટરના હૃદયને વિચાર થયા કે “જેવા આ છેકરાને પોતાની બેનને મળવાના આનદ થયા છે તેવાજ માબાપના મરણના સમાચાર જાણી તેના હૃદય ઉપર આધાત થશે.
99
આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થાય છે. એટલામાં કલ્યાણના મોંઢામાંથી સ્વાભાવિક નીકળી ગયું કે “ એન સિરતા ! આપણી બા આવી છે?” આ પ્રશ્નની સાથેજ સરતા રડી ગઈ અને રડતાં રડતાં મેલી ભાઈ કલ્યાણુ ! આ તે હમણાં મરી ગઈ ” કલ્યાણુ આ માઠા સમાચાર જાણી રડી ગયા. અવંતીલાલ બંનેને છાનાં રાખવા લાગ્યા. જરાવાર કલ્યાણ શાંત રહી સરિતાને કહેવા લાગ્યા “સરિતા ! બાપા કયાં છે ? ” ધીરજ આપી ગદગદ સ્વરે સરિતા ખેાલી “ભાઈ કલ્યાણ ! બાપા તે ગઈ સાલ ગુજરી ગયા છે. આ સાંભળી અંતે વધારે રૂદન કરવા લાગ્યાં. આ ભાઇએનનું રૂદન બધાંને હૃદયદ્રાવક અને અસહ્ય લાગ્યું. અને તમામ લેાકેાને સાધુ ઉપર ખુબ તિરસ્કાર છુટયા. ઘડીભર કાટને દેખાવ મટી નાટકના કરૂણરસના દેખાવ થઈ રહ્યા. શાકનું આવરણ છવાઇ રહ્યું. લેાકેામાંથી ઉદ્ગાર નીકળવા લાગ્યા કે “ આ તે સાધુ કે કસાઇ ? છે જરાએ ધ્યાનેા છાંટા ! આવી રીતે દીક્ષા આપી લેાકેામાં ત્રાસ વર્તાવી રહ્યા છે. ધિક્કાર છે એવા સાધુને!” આવી રીતે તિરસ્કારના શબ્દો વાતાવરણમાં પડધા પાડી રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com