________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૨૫ ~ ~~~
~~ ~ ~ ગયા હતા એટલે પુછતો પુછતા તે મારી પાસે આવ્યો. એટલામાં મારા દીકરા ચંદ્રકુમારને તાર આવ્યો તેમાં જણાવ્યું હતું કે સરિતાને લઇને જલ્દી આવે. તે ઉપરથી તેને લઈ અત્રે આવ્યો. અત્રે આવ્યા બાદ ચંદ્રકુમારે મને સઘળી હકીકત કહી તેથી આપને પાછા હેવાલ સાદર કરવા આપને વિનંતી કરી.”
કલેકટર–“તમે કલ્યાણને દીક્ષા આપ્યા સંબંધી કાંઈ જાણો છે?” અવંતીલાલ–“ના, તે હું જાણતા નથી.” કલેકટર –“ ત્યારે તમે પહેલાંની વાત જે જાણતા હો તે કહે."
અવંતીલાલ–“ કલ્યાણને ત્રણચાર વરસથી મેં જોયો નથી. તે પહેલાં તે મારે ઘેર આવતો. સરિતા પણ આવતી. તેમના માબાપની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી હતી, માથે દેવું હતું, કોઈ ગૃહસ્થ તેના બાપ ભગવતીદાસ ઉપર દાવો કરે છે તેથી તે ઘણે મુંઝવણમાં રહે, તે વખતે આ આચાર્ય અમારા ગામમાં ચોમાસું હતા. એક બાજુ પેલા ગૃહસ્થ ભગવતીદાસને પૈસાની બાબતમાં ખુબ સતાવવા લાગ્યા અને બીજી બાજુ આચાર્ય મારફત છોકરાની માગણી કરી. પૈસાની મુશ્કેલી દુર કરાવીને સુખી કરવાની મોટી લાલચ આપી. કેટલાક દિવસ સુધી આવી ભાંજગડ ચાલી. ઘણી વખત કલેશ પણ થયો પણ છેવટે ભગવતીદાસ પૈસાથી લલચાઈ છોકરાને આ આચાયેને ચેલો કરવા પેલા ગૃહસ્થને સેં. તે પછી તેની હકીકત શું બની તે મારા જાણવામાં નથી. અહીં આવ્યા પછી જાણ્યું કે તેને સદર ગૃહસ્થને ઘેર છુપી રીતે દીક્ષા આપવામાં આવી છે અને તેમની કપટજાળ સરકારે પકડી છે.”
કલેક્ટર–“સદર ગૃહસ્થનું નામ શું ?” અવંતીલાલ-“તેમનું નામ શેઠ ચીમનલાલ નગીનદાસ.” કલેકટર–“તે ચીમનલાલ શેઠને ઓળખે છે ?”
અવંતીલાલ–“હા સાહેબ. આ બાજુમાં બેઠા છે તે. તેમનાં પરાક્રમોથી હું તેમને ઘણા વખતથી ઓળખું છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com