________________
૩૧૮
પ્રકરણ ૩૨ મું. ખુબસુરત આકૃતિ અને ક્યાં આ અર્ધદગ્ધ આકૃતિ? દૈવ ! તારી ગતિ ગહન છે!!
થોડી વાર પછી ડૉકટર આવ્યા. ડૉકટરે બાઈને બરાબર તપાસી. ર્ડોકટરને લાગ્યું કે જો કે તે બોલવા લાગી છે પણ સખ્ત બળેલી હોવાથી કઈ ઘડીએ તેનું હૃદય ચાલતું બંધ થશે તે કહેવાય નહીં, તેથી ડોક્ટરે, તરતજ પોલીસને સૂચના આપી દીધી કે તેની છેવટની જુબાની લેવી હોય તો તાકીદે લઈ લે. સ્થિતિ ગંભીર માનવામાં આવે છે?
ડૉકટરના લખાણની સાથે જ પોલીસ આવી. જ્યુરી ભરાઈ. આ ત્રાસદાયક બનાવ બનેલો હોવાથી કેટલાક ત્યાં રહેતા દરદીઓ પૈકી રમણિકલાલ કરસનલાલ નાણાવટી પણ જોવાની ખાતર ત્યાં આવ્યો. પંચમાં તેનું નામ નોંધાયું. સ્ટવના કેસે રેજ બને છે તે આ પણ બનેલે છે એટલે પોલીસ કે જ્યુરીના મનને એમ હતું કે ટુંકામાં પટી જશે. ખાટલાની પાસે આવી ધીમે રહી કરનાર તે બાઈને પુછવા લાગ્યો. “બાઈ તમે શી રીતે બન્યાં તે ધીમે રહી લખાવો.” વીરબાળા ધીમા અવાજે સવાલના જવાબમાં બોલવા લાગી
મારું નામ વીરબાળા છે, મારું પીયર ભદ્રાપુરીમાં છે. માબાપ મરી ગયાં છે. હું અહીં મારા ધણ જયંતીલાલ છોટાલાલની સાથે રહું છું. હું સ્ટવ સળગાવતાં બળી નથી પણ હું જાણી જોઈને મરવા માટે બળી છું. મારા સાલ્લા ઉપર સ્પીરીટ તથા ગાસલેટ છાંટી મારા હાથે દીવાસળી મુકી બળી છું. ભડકો થવાથી મેં ચીસ પાડી એટલું જાણું છું. પછી શું બન્યું તેની મને ખબર નથી. અત્યારે મને ખબર પડી કે મને હૈસ્પીટલમાં લાવ્યા છે.”
કેરેનર–“વીરબાળાબેન ! આવી રીતે બળવાનું કારણ શું તે કહેશે? અહીં બીજુ કોઈ નથી. તમારે કેઈનાથી ડરવાનું કારણ નથી.”
જરા આજુ બાજુ નજર ફેરવી ધીમા સાદે વીરબાળા કહેવા લાગી “ઝવેરી પ્રાણલાલ બાબુ કરીને કઈ મારા ધણને મિત્ર થાય
છે તે મારી આબરૂ લેવા પ્રયત્ન કરતો હતો, પરમ દિવસે મારા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com