________________
મુંબઈમાં રમણિકલાલ અને ચતુરા.
૩પ૭
જણાય છે. પણ આ ફરી લગ્ન ક્યારે કર્યો તે તો કહે ! કંકુત્રી તે ઘેર ગઈ, પણ સાધારણ કાગળ તે લખો તે !”
રમણિકલાલ-લગ્ન કરે આશરે પંદર દિવસ થવા આવ્યા. અને તે પણ કનકનગરની મોટી હૈપ્પીટલમાં. હું પણ દરદી અને તે દરદી. દરદીની પીડા દરદી થયા સીવાય સમજાય ન. આ અમારા મેળાપ અને આ અમારાં લગ્ન. બાકીને હેવાલ તેમને પુછવાથી મળશે.”
રતિલાલ–“કેમ રમણિકલાલ! મારી વાત ખરી પડીને ? સ્ત્રીઓએ કેવો ભેદી પડદો ખુલ્લો કર્યો! માથે વાળ નહીં એટલે ભાત ભાતની શંકા થાય. પરણ્યા છે એમ કહેવામાં પણ અપમાન ભરેલું લાગે એટલે હું તો શંકામાં ને શંકામાં કાંઈ પુછીજ શક્યું નહીં. વળી જરા લાજ કાઢી ઠાવકાં બેઠેલાં એટલે બેલવાની મને હીંમત પણ ચાલી નહીં.”
પછી રમણિકલાલે ચતુરાને સઘળા હેવાલ કહી સંભળાવ્યો. તેઓ બંને ઘણાં જ ખુરી થયાં, ચતુરાને ધન્યવાદ આપી ઉર્મિલા કહેવા લાગી ચતુરાભાભી! તમને તમારા પતિની સાથે ફરી જોડાયેલાં જોઈ મને આનંદ અને સંતોષ થયો છે. બીજા કોઈ તમને ગમે તે કહેશે પરંતુ સારે સમજુ વર્ગ અને અમારા જેવી સ્ત્રીઓ તો તમને ધન્યવાદ જ આપશે. માટે હવે રમણિકલાલની સાથે આનંદમાં અંદગી ગુજારે, તેજ તમારા પરમ પૂજ્ય દેવ અને ગુરૂ તરીકે માની સેવા કરે, તેમની સેવાકારાએ શું ધર્મ નથી સાધી શકાતે ? પ્રભુકૃપાથી સાથી મળેલા સદ્દગુણ પતિ છતાં હાથે કરી વૈધવ્ય જેવી સ્થિતિ ઉભી કરી દુઃખ વહેરી લેવું તે શું ચાંલ્લો કરવા આવેલી લક્ષ્મીને હાથ પાછો કેલવા જેવું નથી? અને મળેલા સૌભાગ્યને લાત મારવા જેવું નથી ?'
આ શબ્દોની સાથે ચતુરાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. ઉર્મિલા ઉભી થઈ તેનું માથું બે હાથ વતી પિતાની છાતી સાથે દબાવી બોલી “આમ ન કરીએ, આ તમારાં આંસુજ તમારું શુદ્ધ હદય પ્રકટ કરે છે, તમારી જાહેર હીંમત જોઈ તમારા માટે મને ઘણું જ ઉો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com