________________
~
~
~~~
૧૬ પ્રકરણ ૧૬ મું.
~~~ ખરેખરું લખાવ્યું છે તે તેને સારાંશ વાંચી બતાવું છું.”
ચીમનલાલ–“હા સાહેબ! વાંચી બતાવો, મારે આચાર્યની રૂબરૂ બોલવું મટયું” એમ કહી બે હાથ જોડી નમસ્કાર કર્યા. (હસાહસ)
કલેકટરે તિરસ્કારભરી નજરે આચાર્યની સામું જોઈ કહ્યું “આચાર્યશ્રી ! તમારા ભક્ત ચીમનલાલે પોલીસ આગળ સત્ય હકીકત લખાવી છે તે સાંભળ
" મારું નામ ચીમનલાલ નગીનદાસ છે. કલ્યાણ નામના છોકરાને મારા ઘરમાં છાની દીક્ષા આપવામાં આવી હતી, હમણાં અમ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ સુધારેલા લોકેને નીકળે છે. તેના સભાસદે ધાંધલ મચાવે અને સુલેહને ભંગ થાય તેવા ડરથી છુપી દીક્ષા આપી હતી. હું કાંઈ કલ્યાણને છાની રીતે ઉપાડીને લાવ્યા નથી કે કોઈ મારા ઘેર છુપી રીતે મુકી ગયું નથી. પણ તેના બાપ ભગવતીદાસ અમરચંદ પાસેથી વેચાતે રાખેલ છે. તેમનું ઘર અમરાપુરમાં છે. તેની પાસે હું એક હજાર રૂપીઆ માગતો હતે તે માટે તેના ઉપર મેં દાવ કર્યો હતો. તે વખતે સૂર્યવિજય આચાર્ય અમરાપુરમાં ચોમાસુ હતા. ભગવતીદાસ મહારાજ પાસે આવતા હતા, અને તેમના દુઃખની વાત કરતા હતા. તે સઘળી ભાંજગડ મહારાજ પાસે આવી. મહારાજે મને ખુબ સમજાવ્યો. છેવટે એમ ઠરાવવામાં આવ્યું કે ભગવતીદાસના માથે બીજું ત્રણ હજારનું દેવું હતું તે દેવું મારે ચુકાવી આપવું અને મારે દાવો પાછો ખેંચી લઈ મારૂં લહેણું લખી વાળવું; તેને બદલે તેના છોકરા કલ્યાણને આચાર્યને ચેલા તરીકે આપવું. આ પ્રમાણે નક્કી થવાથી ભગવતીદાસ કલ્યાણને મારે ત્યાં મુકી ગયા અને તેમનું દેવું રૂપીઆ ત્રણ હજારનું ચુકાવી આપ્યું. તે વખતે કલ્યાણની ઉમર આશરે દસ વરસની હશે. છોકરાને ભણવા માટે પાઠશાળામાં મુકે. ત્રણ વરસથી અહીં પાઠશાળામાં ભણે છે. હાલ તેની ઉમર તેર વરસની છે. આચાર્યશ્રી અત્રે આવ્યા, તેમની ઈરછા દીક્ષા આપવાની થઈ તેથી મારા ઘરમાં દીક્ષા આપી. હકીક્ત બેટી હેય તે આચાર્યશ્રીને પુછવાથી ખાત્રી થશે.
ઉપર પ્રમાણે જુબાની વાંચી રહી કલેકટરે કહ્યું “શેઠ ! આ પ્રમાણે તમે લખાવ્યું છે ?' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com