________________
૨૩૨
પ્રકરણ ૨૬ મું.
આજે આચાર્ય વ્યાખ્યાન વાંચવું માંડી વાળી લાલભવનના મેડા ઉપર તેમના શાસનપ્રેમીઓને એકઠા કરી તાડુકીને કહેવા લાગ્યા “તમે બધા હીજડા બની બેસી રહે, કાંઈ સમજણ પડે છે કે આ વખતે આપણે શું કરવું જોઈએ? ન સમજણ પડતી હોય તે પહેરે બંગડીઓ ! લાલભાઈએ આટલું મોટું પરાક્રમ કર્યું એ કામ આમ છાપાવાળા પાણીના રેલે તાણું નાખે એટલું જ નહીં પરંતુ ઉલટ તિરસ્કાર બતાવે એ થોડી શરમાવવા જેવી વાત છે? તમારે તે તેમના કામને દીપાવવું જોઈએ. ઠામ ઠામ ગામે ગામ તેમની પ્રશંસા થવી જોઈએ. ગામે ગામની વાત તે કેરે મુકો પણ આ કનકનગર જેવા મોટા શહેરમાં એક મોટી ગંજાવર સભા ભરી શેઠ લાલભાઈને માનપત્ર ન આપો? તમે તેમાં મોટાં ભાષણ આપી આ બધી છાપાની પેટી હકીકતને તેડી પાડે અને આપણે હેવાલ આપણું દીક્ષાવાજીંત્ર પત્રમાં સવિસ્તર પ્રકટ કરી હજાર નકલો મફત વહેચા, અને દુનિયાને ખરેખરી પરિસ્થિતિથી વાકેફગાર કરે. હાલ ને હાલ તૈયારી કરે. યોગ્ય લાગે તે શહેરના ટાઉન હૈલમાં મોટી જાહેર સભા ભરી જતે ઉપરાંત જનેતરને પણ આમંત્રણ કરે. શું આ બાબત શેઠ લાલભાઈ તમને કહેશે? તેમને માનપત્ર આપવું તે તે તમારી ફરજ છે. માટે કરો અત્યારથી તૈયારી. આપણા વિચારને જે હેય તેવો યોગ્ય પુરૂષ પ્રમુખ માટે પસંદ કરે. સભા ભરે, ખૂબ જુસ્સાભેર ભાષણ કરે અને લાલભાઈને એવું માનપત્ર આપ કે આખી દુનિયા પણ તેમના કામની પ્રશંસા કરે. લાલભાઇના ઘેર તે હવે લગ્નને પ્રસંગ છે અને તેમને જ માનપત્ર આપવાનું છે માટે તેમને પુછવાની કે તસ્દી આપવાની જરૂર નથી. આ પ્રમાણે માનપત્ર આપવાનું નકકી કરી જમવાને વખત થયે કે કહેવાતા શાસનપ્રેમીઓનું મંડળ ત્યાંથી વેરાઈ ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com