________________
પ્રકરણ ૧૪ મું.
ધૂળ પડે છે. મારે આટલે બધે ઉપદેશ છતાં તમે કાંઈ પણ પ્રકારની બાધા ન લો તે એ નવાઈ જેવી વાત છે ! કાં તો મારી ઉપદેશ દેવાની કમતાકાર, કાં તે તમારા હૃદયની કઠેરતા. બીજા અબુજ સ્થળે તો મેં ઘણું લોકેને દીક્ષા આપી એ જગજાહેર છે એટલે મારી શક્તિની ખામી તે તમે નહીં જ કાઢી શકે. માત્ર તમારા હૃદયની કઠોરતા શીવાય બીજું કાંઈ સમજી શકતું નથી. આવી કઠોરતા એ નરકની નિશાની છે. આવતા ભવમાં તમારી શી દશા થશે તેનો વિચાર કરું છું ત્યારે મને તમારી દયા આવે છે. અફસ !” ( આ પ્રમાણે મહારાજની વાણી સાંભળી આગળ બેઠેલા બેત્રણ અંધશ્રદ્ધાળુ પુરૂષો બાધા લેવા ઉભા થયા કે ગાડરીઆ પ્રવાહની માફક્ર બીજા પણ ઉભા થયા અને સ્ત્રીઓ પણ ઉભી થઈ. કેટલાકે ચોથા વતની, કેટલાકે દીક્ષાની ભાવના રાખવાની, કેટલાકે દીક્ષા કોઈ લેતું હોય તે વચ્ચે નહીં આવવાની, કેટલાકે લીલોતરીની, કેટલાકે સામાયિક કરવાની એમ વિધવિધ પ્રકારની બાધા લેવા જણાયું. આચાર્યું દરેકને વિધિપૂર્વક પચ્ચખાણ આપ્યાં. આટલું બધું થયું પણ મહારાજના મુખ ઉપર પ્રસન્નતા જણાઈ નહીં. સર્વ બાધા લઈ રહ્યા કે એક યુવાન ૩૦ વરસને પુરૂષ પાછળના ભાગમાં ઉભે થઈ હાથ
ડી મહારાજને વિનંતી કરવા લાગ્યો “મહારાજ સાહેબ ! મેં અત્યાર સુધી ઘણાં પાપ કર્યો છે, રાત્રિભોજન કર્યો છે, કંદમૂળ ખાધાં છે, જ્યારથી આપનાં વ્યાખ્યાનની રસધારા મારા કાનમાં પડી છે ત્યારથી મારું દિલ સાફ થવા માંડ્યું છે. મન ઉપર જબરી અસર થઈ છે. મને હવે જરા પણ સંસાર ઉપર રૂચી થતી નથી, નેકરી કરી દિવસ ગુજારું છું. હવે મારા હૃદયમાં આપના બેધથી જ્ઞાનને પ્રકાશ થયે છે અને તે પ્રકાશથી મારું મન દીક્ષાના માર્ગ તરફ દેરાયું છે. દીક્ષા લેવાનો મને સંપૂર્ણ ભાવ થયો છે. બનતા સુધી ચોમાસા પહેલાં જ દીક્ષા લઈશ અને મારી સાથે બીજા ત્રણ ચાર મિત્ર છે તેમને પણ સાથે લેતે આવીશ. જ્યાં સુધી આ મારે અShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com