________________
વ્યાખ્યાનમાં આચાર્યને બાધાને ઉપદેશ.
૯૫
પ્રકરણ ૧૪ મું.
વ્યાખ્યાનમાં આચાર્યને બાધાને ઉપદેશ અને બપોરે ધર્મશાળામાં પોલીસની ધમાલ.
( હરિગીત ). અભિમાનને નીશ ચડે ત્યાં ભાન ઉડી જાય છે, આચાર ને વિચાર છેડી પાપને પોષાય છે, જ્યારે ઘડે નિજ પાપને પરિપૂર્ણ રીત ભરાય છે, ત્યારે પુત્રી તે જાય છે, આખર ફજેતી થાય છે. –લેખક.
અગીઆરસને મોટો પવિત્ર દિવસ હતે, બારશના દિવસે સવારે આચાર્યશ્રી વિહાર કરવાના હોવાથી તેમને માટે પોતાનાં પરાક્રમ પૂરેપૂરાં પ્રદર્શિત કરવાની છેલ્લી તક હતી તેથી વ્યાખ્યાન વખતે માતાજનની હાજરી મોટી સંખ્યામાં જણાતી હતી.
આચાર્યશ્રીએ તે હંમેશની માફક ત્યાગમાર્ગ ઉપર પિતાનું વ્યાખ્યાન જુસ્સાભેર ચલાવ્યું. આગળ બેઠેલા ચુસ્ત ભકતો પણ તેવાજ જુસ્સાથી વાયે વાગ્યે “જી, જી સાહેબ” કહી કારે ભણવા લાગ્યા. થોડુંક વ્યાખ્યાન થયું કે પોતાની પડેલી પ્રકૃતિ પ્રમાણે આચાર્ય છકારે ભણનારા ગૃહસ્થોની સામું જોઈ કહેવા લાગ્યા. “ એમ મોટા અવાજે ખેટે જીકારે ભણે તે શા કામને ? જીકારે તે ક્યારે ખરે ગણાય કે જ્યારે તમે બધા દીક્ષા લેવાને બાધા લો ત્યારેજ. જ્યારે ગરજ હોય છે ત્યારે મહારાજ પધારે, મહારાજ પધારે, દસ દિવસ રહે, ચેમાસું રહે' એમ વિનંતી કરી વિવેક કરે છે પણ તેવા ખોટા વિવેકથી શું વળ્યું ? આ અમે પંદર વીસ દિવસ રહ્યા. ફક્ત બે જણુએ જ દીક્ષા લીધી, તે અટકાવવા પણ કેટલાક વિદ્વસંતેવી અને અભવી માણસો પ્રયત્ન કરી ચુક્યા, પણ તેમનું કાંઈ વળ્યું નહીં. ધૂળ ફાકતા રહ્યા. સૂર્યની સામે ધૂળ ઉડાડનારને પોતાની આંખોમાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com