________________
ધર્મશાળામાં પોલીસની ધમાલ.
~~ ~~ ~ ભિગ્રહ પાર ન પડે ત્યાં સુધી મને છ વિગયની બાધા આપે. હું વીસાપોરવાળ શ્રાવક છું. મારાં માબાપ દક્ષિણમાં રહેતાં હતાં તેથી હું દક્ષિણમાં નાને માટે થયેલ તેથી આ તરફના લોકો મને ઓછું ઓળખે છે. મા અને બાપ ક્યારનાં સ્વર્ગે સીધાવી ગયાં છે. ભાઈ બેન પણ નથી. સ્ત્રી હતી તે મરી ગઈ છે. આગળપાછળ કોઈ ચિંતા કરે તેમ નથી.
આ પ્રમાણે દીક્ષાને ઉમેદવાર બહાર પડેલો જોઈ આચાર્ય પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા “ જુઓ ! આ ખરેખર ધમ જીવ! કેવા તેના વિચારે પલટાઈ ગયા છે! તેનો જ ઉદ્ધાર થવાને. આવા જીવોને ઉત્તેજન આપવાથી ફાયદો છે. પોતે તો દીક્ષા લેવા તૈયાર થયો છે પણ સાથે ત્રણ ચાર મિત્રોના આત્માને પણ ઉદ્ધાર કરવા તૈયાર થયો છે. આજ ખરે મિત્ર કહેવાય, પિતે તરે અને બીજાને તારે. હવે મારું મન ખરેખર પ્રસન્ન થયું છે.” એમ કહી આચાર્ય તેને પુછવા લાગ્યા–
ભાઈ તમારું નામ શું?” “મહારાજ સાહેબ! મારું નામ ગોપાળદાસ મગનલાલ.”
“ગોપાળદાસ ! હાથ જોડે” એમ કહી મહારાજે છ વિગય ત્યાગનું પચ્ચખાણ આપ્યું કે ન્યાતના શેઠે ખુશાલીમાં “જનશાસનકી જય ! બોલે બેલો, સૂર્યવિજય આચાર્ય મહારાજકી જય !” એમ ઉપરા ઉપરી જય બોલાવી ધર્મશાળા ગજાવી મુકી. પછી આચાર્યશ્રીએ દીક્ષાનાં પરાક્રમોની આત્મલાઘા કરી વ્યાખ્યાનની પૂર્ણાહૂતિ કરી. શ્રેતાજને પ્રભાવના લઈ ઘરે ગયા.
આહારપાણ કરી બપોર થયા કે બધા સાધુઓ આવતી કાલના વિહારની તૈયારીઓ કરવા લાગ્યા. સાધુઓ મેડા ઉપર એકઠા થયેલા હતા, સાધ્વીઓ પણ વાંચવા માટે, તેમજ વિહાર સંબંધી આચાર્યની શી શી અજ્ઞા છે તેની સૂચનાઓ મેળવવા માટે મેડા ઉપર આવેલાં હતાં. આમ વિહાર સંબંધી વાતે ચાલી રહી હતી, એટલામાં નીચેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com