________________
~-~
~-~~-~~
~
૧૫૦
પ્રકરણ ૧૯ મું. -~-~
સુજ્ઞ સભાસદે અને પ્રેક્ષક સજજન ! જે કઈને મનને એવો ખ્યાલ હોય કે આ સમાજ દીક્ષાની વિરૂદ્ધ છે તો તે ખ્યાલ મનમાંથી કાઢી નાખજે. પરંતુ કેટલાક મુનિ મહારાજે અને આચાર્યો જેઓ શિષ્ય પરિવાર વધારી ગણધર પદવી લેવા તીવ્ર અભિલાષા રાખે છે, પિતાને ધર્ણોદ્ધારક કહેવડાવવા માગે છે અને ચેલા માટે અગ્ય વર્તન ચલાવે છે તેમણે પવિત્ર દીક્ષાને તદન અધોગતિમાં લાવી મુકી છે. તેમની પ્રવૃત્તિથી દીક્ષા શબ્દ ઠામે ઠામ તિરસ્કાર પાત્ર થઈ પડે છે. કયાં મહાવીર સ્વામી ભગવાને લીધેલી ભાગવતી દીક્ષા અને જ્યાં હાલના કેટલાક સાધુઓએ ચલાવેલી અાગ્ય દીક્ષા ? આકાશ પાતાળ જેટલો ફેર છે. એકમાં દયા બીજામાં નિર્દયતા, એકમાં શાંતિ બીજામાં કલેશ, એકમાં અહિંસા બીજામાં હિંસા, એકમાં સત્ય બીજામાં અસત્ય, એકમાં હદયની શુદ્ધિ બીજામાં કપટ અને પ્રપંચ, એકમાં વચનનું પાલન બીજામાં વચનભંગ, એકમાં માતૃભક્તિ બીજામાં માતૃભક્તિનું ખૂન, એકમાં ઘેર ઘેર આનંદ બીજામાં શેક, અશુપાત અને હાયપીટ; કેટલો બધે ફેરફાર ?! આ પ્રમાણે કેટલાક સાધુઓએ દીક્ષાની આ દુર્દશા બનાવી મુકી છે ત્યારેજ આવી દીક્ષા માટે આટલો બધે વિરોધ ઉભો થયો છે. આપણા છેલ્લા ચોવીસમા તીર્થંકર મહાવીર ભગવાનની પવિત્ર દીક્ષાને ઠોકરે મારી કેટલાક અગ્ય દીક્ષાના હિમાયતી સાધુઓ મનસ્વી દીક્ષાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. “બાવા બેઠા જપે જે આવે તે ખપે” એ પ્રમાણે પાત્રતા જોયા શીવાય ગમે તેનું માથું મુંડી કપડા પહેરાવી ઉપાશ્રયમાં ગોઠવી દે છે. મા પાછળ છાતી કુટી કલ્પાંત કરતી હોય તે પણ તેની તે દરકાર કરતા નથી. યુવાન બૈરી છાજી લેતી હોય તે પણ તેમનું હૃદય પીંગળતું નથી, છોકરાં ટળવળતાં હોય તે પણ દયા આવતી નથી (શરમ! શરમ !). બસ દીક્ષા દીક્ષા અને દીક્ષા. યેન કેન ઉપાયેન દીક્ષા આપવામાં અધર્મ ચલાવી જૈનધર્મને વગોવી રહ્યા છે. વર્તમાનપત્રમાં તેવી દીક્ષાના કેટલા બધા બનાવો વાંચીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com