________________
૧૦૨
પ્રકરણ ૧૫ મું. ~ ~~~
શેઠ ચીમનલાલ પિતાના ઘર આગળ પોલીસની આવી ધમાલ જોઈ દિ મૂઢ થઈ ગયા “આવો સાહેબ પધારે” એમ કહી ફોજદારને ઘરમાં લાવી પાટ ઉપર બેસાડી શેઠે પુછયું “મારે ત્યાં આ શું?”
“શેઠ ચીમનલાલ ! શું કરવા ગભરાઓ છે? પારકાં છોકરાંને સંતાડી દીક્ષા આપીએ તે તો ધર્મનું કામ છે, ધર્મના કામમાં ગભરામણ હાય જ નહીં.” એમ મશ્કરી કરી ખીસામાંથી કેજદારે ચાર પાંચ અરજીઓ કાઢી.
શેઠ સાહેબ તમારા સંબંધી આટલી બધી અરજીઓ આવી છે. ઘણીખરી તે તમારા જૈન ભાઈઓએ જ લખેલી છે. બધી વાંચતાં વાર લાગશે. માટે તેને મુદ્દાને સાર તમને કહી સંભળાવું છું–
માહ વદ ૭ ના રોજ સવારે તમારા આ ઘરમાં એક નાના ૧૨-૧૩ વરસના છોકરાને છૂપી રીતે દીક્ષા આપી છે. દીક્ષા આપવા માટે સૂર્યવિજય મહારાજના એક ચેલા તમારે ત્યાં આગલા દિવસે આવેલા છે. કહો, આ વાત ખરી છે?”
ચીમનલાલ–“સાહેબ! આ બધું જુદું હાલ એક એવી ટોળી શહેરમાં ઉભી થઈ છે કે આવી બેટી ખોટી નનામી અરજીઓ કરી અમારા જેવાને ખરાબ કરે છે. મારે ત્યાં એવું કાંઈ પણ બનેલું નથી. શહેરમાં તે દિવસે બે જણને જાહેર દીક્ષા આપવામાં આવી હતી તે તે આખું શહેર જાણે છે.”
ફોજદાર–“તમે તે જાહેર દીક્ષામ. ભાગ લેવા ગયા હતા ?” ચીમનલાલ–(યાદ કરીને) “ના સાહેબ.” ફોજદાર–“ના કહેવામાં કેમ આટલી વાર લાગી ?”
ચીમનલાલ–“મને તે દિવસે સવારે તાવ આવ્યો હતો તેથી જેવા જઈ શકાયું નહોતું. શાથી હું નહોતો ગયો તેનું કારણ શોધવામાં વાર લાગી.”
ફોજદાર–“અમે નનામી અરજીઓ સમજી શકીએ છીએ. અરજીઓ આવ્યા પછી અમે બારીક તપાસ કર્યો. તપાસને અંતે જણાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com