________________
૨૫૦
પ્રકરણ ૨૮ મું.
આવા અપશુકન થવાથી તેમનું હૃદય ધડકતું હતું, “હાય હાય શું, થશે ? પેલી ડોશીના શાપ લાગશે. ઘણું જ ખોટું થયું” એમ મનમાં વિચાર કરી મુંઝાઈ જતાં હતાં. લાલભાઈને મોટો દીકરે બાલાભાઈ જાણે રીસા હોય તેમ તે બોલતેજ નહોતો. લગ્નના કામકાજમાં ભાગ લેતે પણ બીજી ધમાલ કરતે નહોતે. દીક્ષા સંબંધી બાપ દીકરાના વિચાર બરાબર બંધ બેસતા નહોતા. આવી રીતે લગ્નને પ્રસંગ પર થયે.
મેનેજરે લગ્નના વરઘોડામાં ભાગ લેવા આવ્યો હતો પણ તે તો દીક્ષાના ભવાડાના વરઘોડામાં રોકાયો. પેલાં બૈરાંએ હઠ લીધી કે ઘેર જવું નથી પરંતુ ઉપાશ્રયમાં મહારાજ પાસે જવું છે અને તેમની પાસેથી અમારાં માણસ પાછાં લેવાં છે. આ માટે રકઝક ચાલી. પેલો પોલીસને સીપાઈ કહે “અમને તે તેમની સાથે જ રહેવાને હુકમ છે. તે જ્યાં જાય ત્યાં તેમની મદદમાં રહેવાનું છે. તેમને તે તેમના માણસો જોઈએ છે માટે જ્યાં માણસો હોય ત્યાં ગયા વિના ચાલે તેમ નથી.”
મેટર ઉપાશ્રય તરફ ચાલી. બૈરાંને મોટરમાં રાખી મેનેજર સાધુ પાસે ગયો. મેનેજર મહારાજને ઓળખતો નહોતો તેથી આ મહારાજે દીક્ષા આપી હશે એમ સમજી તેમની સાથે વાત કરવા લાગ્યા.
મહારાજે હકીકત વિગતવાર સાંભળી જવાબ આપે “હું તે આવી દીક્ષાથી વિરૂદ્ધ છું. લાલભાઈ શેઠના ગુરૂ તો પેલા સૂર્યવિજય આચાર્ય છે તેમને મળે. તે ઘણે ભાગે લાલભાઈના બંગલા જોડે લાલભુવનમાં રહે છે. મારું નામ તે પદ્મવિજય છે. આચાર્ય સૂર્યવિજયને મળવાથી ખુલાસે થશે.”
“આપને તસ્દી આપી માટે માફ કરજે.” એમ વિવેક કરી મેનેજર ત્યાંથી ઉઠી મોટરમાં બેશી લાલભુવન તરફ ઉપડે. આ પહેલાં આચાર્ય સૂર્યવિજયના કાને વાત આવી ગઈ હતી. કારણ કે લાલભાઈના બંગલાથી આ લાલભુવન છેટે નહોતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com