________________
રસિકલાલ પર ચેરીને આરોપ. ૩૩૯ ~ ~
~ ઉપર પ્રમાણે પત્ર વાંચી વીરબાળાની મરણ વખતની જુબાની વાંચવા લાગી. વાંચતા વાંચતાં આંખ અને કપાળ ઉપર ક્રોધ અને દિલગીરીની છાયા પડવા લાગી. “હવે તો આપણે કમર કસવી પડશે.” એમ કહી માલતીએ કાગળ ટેબલ ઉપર મુકો.
રસિકલાલ–“આ પત્ર લખનાર રમણિકલાલને ઓળખ્યા ?” માલતી–“ના.”
રસિકલાલ–“પેલી ચતુરથી સાધ્વીના પતિ, જેમણે તેમના સસરા ઉપર કટાક્ષમાં સંમતિપત્ર લખીને મોકલ્યા હતા તે. ”
માલતી–“હા હા! હવે યાદ આવ્યા. પેલી પત્રિકાવાળી ચતુરાના ધણી એમ કહાને. પણ આ પત્ર માટે તેમને ધન્યવાદ ઘટે છે. આપણને વખતસર અમુલ્ય સૂચના આપી છે. વીરબાળા અષાડ વદ ૧૦ ના રોજ દેવગત થઇ અને વદ ૧૧ ના રોજ પત્ર લખ્યો તે આજે વદ ૧૪ ના રોજ મળે. વદ ૧૨ ના રોજ મળો જોઈતો હતા. ટપાલમાં બે દિવસ લેટ થયું હોય એમ લાગે છે.” - રસિકલાલે કવર ઉપર પડેલી છાપ જોઈ કહ્યું “હા એમ લાગે છે, તારી શંકા ખરી છે. મેડો પણ મળ્યું તે ઠીક થયું. ખરેખર આ પત્ર લખી તેમણે આપણા ઉપર ઉપકાર કર્યો છે. વીરબાળાની જુબાનીમાં ત્રણ મુદ્દા છે, એક તે વીરબાળાને આપઘાત, બીજે મુદ્દે આપણે ત્યાં વીરબાળાએ મુકેલા દાગીના અને ત્રીજે મુદ્દા સરિતા ગુમ થયાની ચંકાવનારી હકીકત.”
માલતી—“વીરબાળાના દાગીના તે કેરટમાં છે તેનું કેમ ?”
રસિકલાલ તેની હરકત નથી. જે ચાકર અને દાગીના પકડાયા ન હોત તો હરકત આવત. દાગીનાની ચેરી જેવી ચાકરે કરી તેવી આપણે પિલીસમાં ફરીઆદ આપી છે. ચોર અને મુદ્દા પકડાયા, મુદ્દા કેરટમાં છે, આપણુ પાસે વીરબાળાના હાથની યાદી તથા તેની સહી છે એટલે તેની જરાપણ ચિંતા નથી. પણ મને તો મેટી ચિંતા સરિતા ગુમ થયાની થઇ પડી છે, તેની શી દશા હશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com