________________
૧૨૮
પ્રકરણ ૧૬ મું.
છતાં પણ પાપ લાગે નહીં” આવું કથન જાહેરમાં કહેવા જરા પણ પાછા હઠયા નહીં. (હસાહસ). સાહેબ! વિચાર કરે કે જ્યારે આચાર્યો આવા ઉપદેશ કરે ત્યારે શેઠ ચીમનલાલ જેવા ગૃહસ્થ પિતાને ત્યાં દીક્ષાના અખાડા ઉઘાડે અને ચેલા બનાવવાની ફેકટરી ચલાવવા માટે ગરીબ માણસનાં કુમળાં છોકરાંની ખરીદી કરે એમાં શું નવાઈ ? (હસાહસ) માત્ર તેમના મંડળના કેટલાક આચાર્યો આવું દીક્ષાનું ધતીંગ લઈ બેઠા છે. આ કારણથી એંશી ટકા જેટલો સમાજ તેમની વિરૂદ્ધ થઈ પડયો છે.”
કલેકટર– અવંતીલાલ ! તમે તે આ કેસ ઉપર ઘણું સારું અજવાળું નાખ્યું.”
અવંતીલાલ-“સાહેબ ! આ સંબંધી ઘણું દિવસથી વાતે ચર્ચાય છે. દીક્ષાને લીધે ઘેર ઘેર ઝેરનાં બી વવાયેલાં છે, જે અમારા ધર્મગુરૂ, જે અમારા પાલક, જે અમારા રક્ષક તેજ અત્યારે અમારા ભક્ષક થઈ પડવ્યા છે, અને તેજ કારણથી હવે રીતસર બંધારણ બાંધી યુવકોએ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ સ્થાપેલ છે, તે મંડળમાં ઘણું લોકો જોડાયા છે એમ મારા જાણવામાં છે. આ આચાર્યશ્રીને મેં ઘણી વખત એકાંતમાં કહેલું કે મહારાજ આવી અયોગ્ય દીક્ષાની પ્રવૃત્તિ છોડી દે, તેમાં સાર નથી. ધર્મ વગોવાય છે, અને જૈનેતર પ્રજા હાંસી કરે છે, પણ તે તે યોગી પુરૂષ રહ્યા એટલે યોગીમાં હઠવાદ હોય તે કોણ મુકાવે?”
કલેકટર–અવંતીલાલ! તમે તમારા અનુભવનો અને માહીતીને લાભ આપી કેરટને ન્યાયના કામમાં જે અમુલ્ય મદદ કરી છે તે માટે કોરટ તમારે ઉપકાર માને છે.”
આ પ્રમાણે કહી કલેકટર આચાર્યની સામું જોઈ સહેજ તિરસ્કારયુક્ત કહેવા લાગ્યા “ગુરૂ મહારાજ! આથી પણ વધારે પૂરાવાની જરૂર છે? તમને પસ્તાવો થતો નથી ? આટલાથી તમારી આંખે ઉઘડી શકે તેમ નથી?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com