________________
રર
પ્રકરણ ૨૭ મું.
mmmmmmmmmmmm તે વધારી ચાર હજાર કરવા જોઈએ. સાધુ બનાવવા બનતા પ્રયત્ન કરે. પાપને ઉદય હોવાથી ભલે આપણને દીક્ષા લેવી ન સુઝે પણ બીજાઓને અપા, તેમને મદદ કરે, અનુમોદન આપે, છુટા હાથે પૈસા ખરચે. હું તો તે પ્રમાણે ચાલું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ મારી આવી બુદ્ધિ સદા કાયમ રાખે જેથી દીક્ષાના કામે મારા પિતાને સદુપયોગ થાય. મારું હૃદય ભરાઈ જવાથી વધુ નહીં બેલતાં જણાવું છું કે આપે મને જે માન આપ્યું છે તે માટે આપનો બધાને આભારી છું.”
તે પછી પ્રમુખનું ઉપસંહારનું ભાષણ થયા બાદ કહેવાતા શાસનપ્રેમી ધર્મી પુરૂષોની સભા વિસર્જન થઈ.
આ સભાનો પૂરેપૂરે હેવાલ અતિશયોક્તિમાં રાતોરાત તૈયાર શકે અને ખાસ “દીક્ષા વાજીંત્ર” ના વધારા તરીકે દીક્ષારક્ષક સમાજ તરફથી પ્રકટ કરી, બીજા દિવસે શહેરમાં વહેંચવામાં આવ્યો. “સમગ્ર જૈનેની મળેલી ગંજાવર સભા”—“જૈન અને જૈનેતરે લીધેલ ભાગ”-“સમગ્ર પ્રજાની સહાનુભૂતિ”—“વિરોધીઓનાં કાળાં થયેલાં ” –“લાલભાઈ શેઠની અપૂર્વ દઢતા”– એવાં અનેક આકર્ષક મથાળાં તે વધારામાં દષ્ટિગોચર થયાં. આ વધારે વાંચી આચાર્ય - ની થયા પણ જાહેર જનતા તે લાલભાઇના વખાબાપાએ પેટ પકડી હસવા લાગી. કુમારપાળ, વસ્તુપાળ, તેજ તારવ્ર પ્રતાપસિંહ શહેનશાહ વિગેરેની ઉપમાઓ વાંચી લોકો લાલભાઈની પ્રશંસાને બદલે મશ્કરી કરવા લાગ્યા. બીજા દિવસે લાલભુવનમાં વ્યાખ્યાન વખતે માનપત્રનું વ્યાખ્યાન નીકળ્યું. આચાર્યશ્રી શાસન પ્રેમીઓને ધન્યવાદ આપવા લાગ્યા. એટલામાં લાલભુવનમાં એક છોકરો આવી પચાસ સાઠ હેંડબીલને એક થેકડો ફેંકી ગયો કે ગરબડ થવા લાગી. આથી આચાર્ય અને ખાસ તેમનું મંડળ મેડા ઉપર ગયું અને મુનિ
મર્મવિજય હેંડબીલ હાથમાં લઈ વાંચવા લાગ્યા– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com