________________
૩૯૪
અમૃત-સરિતા. નવકાર = જૈનને મુખ્ય પવિત્ર મંત્ર. નવકારશ્રી =(અપભ્રંશ નેકારશી) નવકારમંત્ર માનનારા સમગ્ર
જેનેનું જમણ. સ્વામીવાત્સલ. નવદીક્ષિત ર ન કરેલો ચેલો. નાણુ = દીક્ષા, વ્રત, પદવી વગેરે આપતી વખતે પ્રતિમા પધરાવવા
માટે એક પ્રકારની ચોકઠાની રચના કરવામાં આવે છે તે. નિગોદ = નરક કરતાં પણ વધારે દુઃખદાયક સ્થાન. નિયમ ધારવા = હમેશાં રાત્રિ દિવસે કરવાના કામનું મન સાથે નિય
મન કરવું તે. પચ્ચખાણ = (પ્રાકૃત-પચ્ચકખાણ. સંસ્કૃત-પ્રત્યાખ્યાન) નિયમ. પડિકમણું = (સંસ્કૃત-પ્રતિક્રમણ.) સવાર અને સાંજે પાપોનું નિવા
રણ કરવા માટે યોજેલી એક પ્રકારની ધર્મક્રિયા. પંચમહાવ્રત = સાધુસાધ્વીને પાળવાનાં પાંચ વ્રત. પ્રાણાતિપાત,
મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાચેને ત્યાગ. પંચેન્દ્રિય = જે જીવને પાંચ ઇન્દ્રિઓ છે તે. પન્યાસ = (સંસ્કૃત–પદન્યાસ, પદનું આરોપણ) આચાર્યથી ઉતરતા
પ્રકારની પદવી. પર્યુષણ =(પ્રાકૃત–પજજુષણ. સંસ્કૃત–પરિઉષણ = પર્યુષણ-સર્વથા
દેહદમન કરવું) શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુધી વેતાંબર
જેના આઠ ધાર્મિક દિવસ. પરડવું =(સંસ્કૃત–પ્રસ્થાપન) જમીનની માટી સાથે મેળવી દેવું. પરિગ્રહ = વસ્તુઓનો સંગ્રહ કરવો તે. પસાય = પ્રભાવ, પ્રસાદ, કૃપા. પાત્રાં = સાધુસાધ્વીને ભિક્ષા લેવાનાં લાકડાનાં પાત્ર. પૂજા ભણાવવી = વિધિપૂર્વક પ્રતિમા આગળ પૂજા ગાવી તે. પિસહ = (પૌષધ) એક દિવસ ઉપાશ્રયમાં વિધિપૂર્વક રહેવું તે. એક
દિવસનું સાધુચારિત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com