________________
૧૮
પ્રકરણ ૩ જુ.
છે. આપણે માટે જેનેતર પ્રજા શું બોલે છે અને છાપામાં શું લખે છે તેને જ્યારે વિચાર કરું છું ત્યારે એટલો બધો ક્રોધના આવેશ આવી જાય છે કે જે સાધુ દુરાચારી હોય તેમને અને તેમને મદદ કરનાર શ્રાવક શ્રાવિકાઓને સંઘ બહાર કરવાં જોઈએ. પણ એ દિન ક્યાંથી ? ઉલટા આવા વિચાર જણાવનારને સંઘ બહાર મુકવા સાધુઓ અને તેમના ભક્તો તૈયાર થાય છે.”
ત્યારે શું આપણે આપણા સમાજને આ પ્રમાણે ચાલવા દે? અને એવા અનાચારીઓને નિભાવી લેવા ? એથી તો એ પરિણામ આવશે કે જે સાધુઓ ઘણા સારા છે અને સમાજ ઉપર ઉપકાર કરી રહ્યા છે તેમના ઉપરથી પણ શ્રદ્ધા ઉઠી જશે. સુકા લાકડાની સાથે લીલું પણ બળી જશે. આપણે તેમની સામે આપણા મંડળધારાએ બેઠે બળવો જગાડવો જોઈએ એ મારે દઢ નિશ્ચય થઈ ગયો છે.”
આ પ્રમાણે બેઠાં બળવાની વાત સાંભળી પાસેના ઓરડામાં મેનેજર બેઠો હતો તે ત્યાં આવ્યો. બંને ઉભા થયા. મેનેજર અંગ્રેજ ગૃહસ્થ હતા પણ ગુજરાતી વેપારીઓના સહવાસથી ગુજરાતી બોલી શકતો હતો. “તમે બેઠો બળવો કયાં જગાડવા માગે છે?” એમ કહી ટેબલ આગળ આવીને ઉભો રહ્યા. પછી રસિકલાલે અંગ્રેજીમાં કેટલાક સાધુઓની દીક્ષાની અયોગ્ય પ્રવૃત્તિની વાત ઉપાડી. પેલા સાહેબને રસ પડ્યો તેથી તે બંનેને પોતાની ઓફીસમાં લઈ ગયો. રસિકલાલે દીક્ષા પ્રકરણ ચલાવ્યું. ચંદ્રકુમાર વચ્ચે વચ્ચે ટેકો આપતા ગયો, એટલામાં તો સાહેબનાં મેમસાહેબ ત્યાં આવી પહોંચ્યાં અને તે પણ તેમની વાતમાં ભળ્યાં. રસિકલાલ ચાલાક અને સમયજ્ઞ હોવાથી સ્ત્રીઓનું હદય ભેદાય તેવી નવપરણિત સ્ત્રીઓના પતિની દીક્ષાના હૃદયદ્રાવક હેવાલો એક પછી એક આપતે ગયે. મેમસાહેબ તો સાંભળીને વિસ્મય થઈ ગયાં અને બધું સાંભળી છેવટે અભિપ્રાય
આપી દીધો કે “જે તમારાથી આવી દીક્ષાઓ ન અટકાવી શકાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com