________________
વૈટસન ટ્રેડીંગ કંપનીની ઍકીસ.
૧૯
તો સરકાર પાસે કાયદો કરાવી આવી દીક્ષા અટકાવવી જોઈએ. આવા બનાવથી સરકારને વાકેફગાર કરવી જોઈએ.”
આ પ્રમાણે દીક્ષાની વાત ચચીં ત્યાંથી રસિકલાલ અને ચંદ્રકુમાર પિતાની ઓફીસમાં આવ્યા અને રાત્રે મહાજનની સભામાં જવાનું નકકી રાખ્યું.
એટલામાં સૂર્યવિજય આચાર્યના ખાસ શ્રાવક – ચુસ્ત ભક્તરાજશેઠ ધરમચંદ ત્યાં આવ્યા કે તેમને જોઈ ચંદ્રકુમારે આવકાર આપ્યો “પધારે શેઠજી! ઘણે દિવસથી તમે કાંઈ કામ બતાવતા નથી ? ઓફીસ ઉપર મહેરબાની ઓછી કરી જણાય છે.”
શું કામ બતાવીએ ? માલ મોકલો પાલવ નથી, હુંડીનો ભાવ ઘટવાથી અમારા વેપાર ઉપર છીણું મુકાઈ છે. એક પાઉંડના રૂપીઆ પંદરને બદલે સવાતેર હાથમાં આવે છે. શી રીતે માલ મોકલી શકીએ ?”
તમારી વાત સાચી છે. હુંડી ધ્યાનમાં રાખી હમણું ખરીદીના ભાવની લીમીટમાં વધારે કર્યો છે, માટે મરજી હોય તો સરસવ કે અળશી મોકલો. જરૂર પષાણ થશે.” એમ કહી ચંદ્રકુમારે જર્મનીના હેમ્બર્ગના ભાવ બતાવ્યા. ધરમચંદ શેઠે ભાવ જોઈ ઉડે વિચાર કરી કેટલોક માલ આપવો કબુલ કર્યો.
એટલામાં નોકર ચા લઈને આવ્યો અને ત્રણે જણ પીવા લાગ્યા. વેપારની વાત પટી જવાથી ચંદ્રકુમારે કહ્યું “શું આજે આપણું મહાજન મળવાનું છે ?”
હા, ખરી વાત છે, મહાજન મેળવવા માટે મેંજ આપણું ન્યાતના શેઠને સૂચના કરી છે. ન્યાતના નેતરીઆને સૌ ભાઈઓને ખબર આપવા જણાવ્યું છે, જરૂર રાત્રે આવજે.”
“શા માટે એકઠું થાય છે?”
“વાહ મારા સાહેબ ! આવા મેટા આચાર્ય આપણું શહેરમાં પધારી આપણું ભૂમિને પાવન કરે અને આપણે કાંઈ અઠ્ઠાઈ ઉત્સવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com