________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ.
૩૦૫
આગળ ટેબલ ઉપર મુક્યો. વીરબાળા ગોઠવવા લાગી, એક સેર સમી કરે કે સાલ્લાને છેડે ઉતરી જાય, તે ચડાવવા જાય કે સેર પાછી ફરી જાય. આ જોઈ પ્રાણલાલ કહેવા લાગ્યો “મેનકા ! તારી શેઠાણુને શરમ આવતી હોય તે લે હું આડું જોઉં” એમ જરા રીસને ડળ કરી ખુરશી ફેરવી. તે આકુળ વ્યાકુળ થઈ ગયો પણ બાજી બરાબર નહીં સધાયેલી હોવાથી ધીરજ રાખી બેસી રહ્યા. સેરે બરાબર ગોઠવાઈ ગઈ કે “ જુઓ હવે શેઠાણુનો ઠાઠ” એમ કહી એકદમ વચ્ચેથી મેનકાએ તકતો ઉપાડી લીધે. વીરબાળા ચમકી અને શરમાઈ સરી ગયેલો સાલ્લાનો છેડે ઉચે ચડાવ્યું.
પ્રાણલાલ મેનકાને કહેવા લાગ્યો “નેકલેસ બકુલ કરતાં તેમને વધારે સારો દેખાય છે. જે ઈચ્છા હોય તો એક દિવસ પહેરવા રાખે અને સીનેમા જેઈ આવે. પછી ખાત્રી થશે કે લોકોની નજર તેમની તરફ કેટલી બધી આકર્ષાય છે?”
“મારે તે સીનેમામાં જવું નથી. કોઈ તેવી ખાત્રી કરવી નથી. આ તો બાબુ સાહેબને છેટું ન લાગે એટલા માટે તેમને આગ્રહ માન્ય” એમ બેદરકારી જણાવી વીરબાળા નેકલેસ કોઢવા લાગી. તે જોઈને મેનકા બોલી “શેઠાણી સાહેબ ! આટલી બધી મહેનત કરીને પહેર્યો અને આમ ઉતાવળ કરીને શું કરવા કાઢી નાખે છે?” એમ મેનકાનો આગ્રહ હોવા છતાં તે તે કાઢવા લાગી. આ જોઈ પ્રાણલાલ જરા હાથ પકડી અટકાવી કહેવા લાગ્યો “વીરબાળા બેન! ઉતાવળ ન કરે, નેકલેસ કાંઇ બગડી જવાનો નથી,” આથી વીરબાળા એકદમ ચમકી ઉભી થઈ બોલી “પ્રાણલાલભાઈ ! મને અડકશે નહીં. અડક્યા શીવાય વાત કરે. આમ કરવું હોય તે પાસે નહીં બેસું.” આથી પ્રાણલાલ જરા સરમીંદો પડી બોલ્યો “મેનકા ! જે આ સારું કહેવાય? નેકલેસ કાઢતાં અટકાવ્યાં તે શું કાંઈ મશ્કરી કરી કહેવાય?”
વીરબાળા–“તે બધી વાત ખરી પણ મને કોઈ અડકે છે તે નથી ખમાતું. તે વખતે મરી જવા જેવું થાય છે.”
૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com