________________
૩૯
ગરબા અને ભક્તિશૃંગારરસ. અમે ગયાં'તાં ગાંધીડાના હાટજે,
શ્રીફળ વસાવતાં બહાણું વહી ગયાં રે લોલ. આ૦ ૩ - અમે ગયાં'તાં ડોશીડાના હાટ, ધજાએ વસાવતાં બહાણું વહી ગયાં રે લોલ. આ૦ ૪ અમે ગયાં'તાં કંદોઈની હાટ, નિવેદ કરાવતાં વહાણાં વહી ગયાં રે લોલ. એ. ૫
આ પ્રમાણે ભક્તિરસથી નીતરતી ગરબી સાંભળી શેઠાણીએ ખુશીના ખુબ ઉદ્ગાર કાઢયા અને તારાને ધન્યવાદ આપી કહેવા લાગ્યાં “આવી એક બીજી ગરબી ગાઈ ખુબ ભક્તિ ભાવે. ગઇ કાલ કરતાં આજે ઠીક તાલ જામેલો જણાય છે.” શેઠાણુના આવા ભારે ઉત્સાહજનક શબ્દ સાંભળી તારાએ વિશ્રાંતિ નહીં લેતાં બીજી નીચેની ગરબી ઉપાડી
રાતું રાતું ગુલાબનું ફૂલ, ગુલાબમાં રમતી'તી રે. ટેક. સસરેજી આણે આવ્યા, ગુલાબમાં રમતી'તી રે, સાડી ને પોલકું લાવ્યા, ગુલાબમાં રમતી'તી રે. રાતું. ૧ સસરા સાથે નહીં જાઉ, ગુલાબમાં રમતી'તી રે, ગુરૂજી આણે આવ્યા, ગુલાબમાં રમતી'તી રે. રાતું. ૨ ઓઘો ને મુમતી લાવ્યા, ગુલાબમાં રમતી'તી રે, એ કામણગારે, ગુલાબમાં રમતી'તી રે. રાતું. ૩ મુમતીએ મન મોહ્યું, ગુલાબમાં રમતી'તી રે, ગુરૂજી સાથે જઈશું, ગુલાબમાં રમતી'તી રે. રાતું. ૪
આ ગરબીઓ સાંભળી રસિકલાલ કહેવા લાગ્યો “જોયું ચંદ્રકુમાર ! આપણું ભક્તિની ધર્મના નામે કેવી અગતિ થવા લાગી છે ? જે ગરબી તદન શૃંગારરસથી ભીંજાયેલી હતી તેને ભક્તિરસની બનાવવા વચ્ચે વચ્ચે સ્ત્રીના અલંકારોના શબ્દો કાઢી નાખી તેને બદલે ભગવાનની આંગીના મુકુટ જેવા અલંકારે મુકી, મિષ્ટાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com