________________
૩૨૦
પ્રકરણ ૩૨ મું. જાતની માલણ છે અને વિધવા છે.”
કેનર “તમારા ધણું તેમની સાથે સંબંધ ધરાવે છે ?”
ઘણાજ ધીમા અવાજે વીરબાળાએ જવાબ આપે. તે તે જ્ઞાની મહારાજ જાણે.”
કેનર “ તમારે ધણી હાલમાં શે ધંધે કરે છે?
“મારે ધણી...”એમ બોલતાં બોલતાં વીરબાળાને જીવ લથડવા લાગ્યા, હદય નબળું પડી ગયું, આંખે ફેરવી અને છેલ્લા શ્વાસ નાખવા લાગી.
જોડે બેઠેલા રમણિકલાલે તેને નવકાર મંત્ર સંભળાવ્યા. જરા જરા શુદ્ધિમાં હતી તેથી હુંકારે ભણતી. પાંચ મીનીટ થઈ કે તેને આત્મા અર્ધદગ્ધ થયેલા દેહને ત્યાગ કરી ચાલ્યો ગયો.
જોડે બેસનારની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં, રમણિકલાલને બહુજ લાગી આવ્યું અને વિચાર કરવા લાગ્યો કે “ આવા પણ પતિ દુનિયામાં પડયા છે. ધન્ય છે આ બાઈને! પિતાના શીલવતને બચાવ કરવા છેવટે તેણે પહેરેલી સાડી સળગાવી પિતાને પ્રાણ તો. હે દેવ ! તારી અકળ ગતિ છે. પત્ની આવી શીલવતી ત્યારે પતિ પૂરે દુરાચારી ! પિતાના ઘરમાંજ કુટણખાનું ઉઘાડી બાઈ નેકર રાખી લોહીના ધંધા કરાવે, અને પિતાની આવી પવિત્ર સ્ત્રીને તે ધંધામાં ઉતારવા બીજા પાસે બળાત્કાર કરાવે એ થોડો જુલમ ? આ તે કેમ સહન થાય ? વ્યભિચારને લાત મારનાર સદાચારી આવી અબળા આપઘાત શીવાય બીજું શું કરી શકે ? અરે ! તે વખતે તેને કેટલું બધું દુઃખ થયું હશે ? પિતાનું પાલન કરનાર પતિજ પાસે રહી ભ્રષ્ટ કરાવે ત્યારે બચવાને ક્યાંથી સંભવ ? અરે પ્રભુ! આવી નિર્દોષ સગુણ કમળ બાળાપર તેના પતિનું હદય શાથી નિર્દય બનતું હશે ? દયા ક્યાં ઉડી જતી હશે ? ધન્ય છે શીલની ખાતર મરનાર વીરબાળાને. તેની ફઈએ તેના ગુણને લાયકજ તેનું નામ પાડેલું છે. ધિકાર છે તેના ધણીને.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com