________________
૨૨૨
પ્રકરણ ૨૫ મું.
ગુન્હેગારે જણાય તેમને સાધુ સંસ્થામાંથી દૂર કરે, અને તે બાબતની જાહેર જનતાને ખબર આપે. અત્રે બિરાજમાન થયેલા આચાર્ય જેવા સાધુઓને સાધુસમાજ બનાવો, તેવાઓથીજ ફાયદો છે. (તાળીઓ) હું તો તમારા ભલાની ખાતરજ સલાહ આપું છું. કેઈની લાગણું દુખવવાનો મારે હેતુ નથી.
છેવટમાં જણાવતાં આનંદ અને સંતોષ થાય છે કે કે આવી સંસ્થાથી શા ફાયદા છે તે સમજતા થયા છે, અને તેજ કારણથી આજે દોઢ લાખ રૂપીઆની વૃષ્ટિ થઈ (તાળીઓ). શ્રીમંત ગૃહસ્થને મારી વિનંતી છે કે આવી સંસ્થાઓને ખુબ ઉત્તેજન આપે. તમારી કોલેજ બનાવો, તમારી યુનીવર્સીટી બનાવો, બહારના જ્ઞાન સાથે તમારા ધર્મનું શિક્ષણ મળવાથી સારા જ પાકશે, અને તેજ તમારા ધર્મને અને સમાજનો ઉદ્ધાર કરશે (તાળીઓ). જુના પુરાણું રીવાજોમાં ફેરફાર કરે. જમાનો ઓળખે, દીક્ષાઓ આપવી છેડી દો. કે મારા જેવો ઘરડો ઉમેદવાર અગર કે પૂરે વૈરાગી અને લાયક વિદ્વાન પુરૂષ દીક્ષા લેતે હોય તે તેને દીક્ષા આપે (હસાહસ). પણ યુવાન છોકરા છોકરીઓને તે ખૂબ કેળવણી આપી ભણુ, તેમને ચેલા ચેલીઓ થવા દેશે નહીં. તેમને દીક્ષા આપવાથી સારાને બદલે બેટું પરિણામ આવે છે. તે હું અત્યાર સુધીના બીજા દેશના અને આ દેશના અનુભવ ઉપરથી કહી શકું છું. ગૃહસ્થ ! હું સર્વને અને ખાક કરી આ આચાર્યશ્રીને ઉપકાર માની આ વિદ્યાલયની ફત્તેહ ઇચ્છી ભવિષ્યમાં સુવર્ણ જ્યુબીલી ઉજવવાને પ્રસંગ પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના કરી બેશી જવાની રજા લઉં છું.”
શિષ્ટાચાર પ્રમાણે પરસ્પર ઉપકાર મનાયા બાદ સીલ્વર જ્યુબીલી મહોત્સવને મેળાવડે વિસર્જન થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com