________________
લાલભાઈને ત્યાં ઉજમણું અને સપ્ત પુરૂષોને દીક્ષા મહોત્સવ. ૨૨૩
પ્રકરણ ૨૬ મું.
લાલભાઈને ત્યાં ઉજમણું અને સપ્ત પુરૂષને દીક્ષા મહોત્સવનો વરઘોડા,
* Oh! it is excellent, To have giant's strength; but it is tyrrannous To use it lik a giant. -Shakespeare.
પુત્રના લગ્નના પહેલાં શેઠ લાલભાઈએ કનકનગરમાં ઉજમણાની અને દીક્ષા સમારંભની પ્રવૃત્તિ શરૂ કરી. આચાર્ય સૂર્યવિજયના અભિગ્રહ પ્રમાણે એકસો આઠ ચેલા પૈકી બાકી રહેલા છપન ચેલા આચાર્યને કરી આપવા માટે પાનની લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરવા લાલભાઈ શેઠે પિતાની મીલના નોકરીમાંથી તથા કેટલાક ગરીબ આશ્રિતમાંથી સાત પુરૂષોને દમ, ભય, પ્રપંચ, યુક્તિ, પ્રયુક્તિ લાલચ એમ અનેક સાધનને ઉપયોગ કરી દીક્ષા લેવા માટે ઉભા કર્યા.
આ સાત પુરૂષોની બેકારીની લાચારીથી ઉદ્દભવતી દીક્ષાથી કકળી ઉઠેલી તેમનાં કુટુંબીજનેની આંતરડીનું રૂધિર પીવાને આચાર્યની તત્પર થએલી પિપાસાને તૃપ્ત કરવા શેઠ લાલભાઈએ ખાસ ચડસને લઈને મોટા પાયા ઉપર ખાનગી રીતે તૈયારીઓ કરવા માંડી. ઉભા કરેલા ઉમેદવારોમાંથી ત્રણ જણ તે કાંઈક જનધર્મનું જાણતા હતા પરંતુ બાકીના ચાર મહાત્માઓ તે સાવ નિરક્ષર હતા. દરેકને સારી રકમની લાલચ આપી તેમના અને તેમના કુટુંબના કચવાટને અને તેમના અંતરના દુઃખના અવાજને દાબી રાખ્યો હતો. આ કામમાં લાલભાઈ કાંકરાની માફક પૈસા ખરચતા હતા. કોઇને કેમ સમજાવી અંધારામાં રાખવા, કોઇને કેમ સંતાડી નસાડવા, વગેરે
• રાક્ષસના બળની પ્રાપ્તિ હેવી તે ખરેખર શ્રેષ્ઠ છે. પણ તેને ઉપગ રાક્ષસની માફક કરવો તે નિર્દયપણું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com