________________
ધણધણીઆણુનું ધીંગાણું.
પ૭
પ્રકરણ ૯ મું.
ધણી ઘણીઆણીનું ધીંગાણું તારાનું વાક્યાતુર્ય,
(દેહરે ). બજ ઉપાડે બળદીઓ, અબુધ લે જો રાજ, બુઢે પરણે બાળકી, એ સૌ પરને કાજ,
– કવિ દલપતરામ મહાજનમાંથી કસ્તુરચંદ શેઠ ઘેર આવ્યા. વાળુ કરવાને વખત થયો હતો, તારાએ તેમને જમવા બેસવા કહ્યું. કસ્તુરચંદ મનમાં વિચાર કરવા લાગ્યા “દીક્ષાની વાત હમણું કરું કે પછી કરું ?” આમ વિચારમાં ને વિચારમાં તે જમવા બેઠા. પણ વાત કરવા જીભ ઉપડી નહીં, જમી રહી હાથ ધંઈ ઉભા થયા, તારાએ પણ જમી લીધું ત્યાં સુધી દીક્ષાની વાત નીકળી નહીં. થોડા વખત પછી તેઓ બંને બેઠેલાં હતાં અને સોનાના દાગીનાની વાત કરતાં હતાં એટલામાં ધરમચંદ શેઠ ત્યાં આવી પહોંચ્યા. શેઠે દીક્ષાની વધામણું તારાને ખાધી હશે એમ ધારી હસતા મુખે ધરમચંદ કહેવા લાગ્યા “કેમ તારા શેઠાણું ! ઉપકરણની છાબ પરમ દિવસે સવારે તમે ઉપાડશેને?”
તારા બોલી “ઉપકરણની છાબ મારે ક્યાંથી ઉપાડવાની હોય ?” “કેમ, તમે નથી જાણતાં?”
ખરેખર હું કાંઈજ જાણતી નથી. મારા સોગંદ ખાઈને કહું છું.” “ કસ્તુરચંદ શેઠ તે પરમ દિવસે દીક્ષા લેવાના છે.”
“મને તે તે કાંઈ વાત જ કરતા નથી. હા હવે મને સમજાયું, તે જમીને ઉઠયા પછી મને દાગીનાની વાતો કરતા હતા તે આ મુદ્દા ઉપર જ હશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com