________________
૨૯૮
પ્રકરણ ૩૧ મું.
vwvvwvwwww
જયંતીલાલ–“ ત્યારે કહે, આ બાબુ પ્રાણલાલભાઇના આવવાથી કેમ મારી પાસેથી ઉઠયાં ?”
વીરબાળા–“એ તો ચા માટે મેનકાને બરાબર સૂચના આપવા.”
પ્રાણલાલ–“જયંતીલાલ! તમે કહે છે તેમ નથી, આવી તેમની શરમ તે એક પ્રકારનું આભૂષણ છે. એટલે શરમ તો જોઈએ. અલબત તે ઉઠયાં, પણ તમારે હાથ અડવાની સાથેજ પાછાં બેઠાં. જે અંદર ચાલ્યાં ગયાં હેત અને ટીકા કરી હતી તો તે બરાબર છે. આમાં તો તમારી ભૂલ જણાય છે. એમ વીરબાળાને બચાવ કરી પ્રાણલાલ ખીસામાં હાથ ઘાલી બોલ્યો “જયંતીલાલ! તમે વીરબાળાબેનને માટે કાને પહેરવાના હીરાના કા૫ મંગાવ્યા હતા તે બતાવવા લાવ્યો છું” એમ કહી જુદા જુદા પ્રકારના કાપ બતાવવા લાગ્યું.
જયંતીલાલ દરેકની કીંમત પુછવા લાગ્યો. પ્રાણલાલે પ્રસન્ન મુખે જવાબ આપ્યો “તમારે મને કીંમતનું પુછવું નહીં. કઈ જોડી પસંદ પડે છે તે જણાવો, મિત્રાચારીમાં કીંમતની વાત શી? અને તેમાં આ ઘરબાળાબેનને માટે કા૫ જોઈએ તેની તે કીમત મુકાય? કેમ વીરબાળા બેન ! સાચું કહું છુંને? આમાંથી જે તમને પસંદ હોય તે ઉપાડી લો, તમારે તેમની સામે જોવાનું નથી, કાપ સામી નજર રાખે.” " એટલામાં મેનકા ચાના પ્યાલા લાવીને ટેબલ ઉપર મુક્યા અને મશ્કરીમાં બોલી “આજે તે શેઠાણુને શણગારવાં ધારેલાં જણાય છે, કાનના કાપ તે બહુજ સરસ જણાય છે, એકએકથી ચીર છે.”
પ્રાણલાલ મેનકા ! તારી શેઠાણી માટે તે પસંદ ?” મેનકા–“મારી સલાહ શેઠાણને ગળે ઉતરે તે હું બતાવું.” “આપ સલાહ ત્યારે.” એમ કહી વીરબાળા હશી ગઈ.
મેનકા–“કાનમાં કા૫ પહેરે અને આ સામેના તકતામાં જુએ. જે સારા લાગે તે રાખી લે. અગર જે શરમ આવતી હોય તો હું પહેરું અને તમે જુઓ. જે તમને વધારે શોભે તે તમે રાખી લો, કેમ બાબુ સાહેબ ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com