________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ. ૨૯૯ mm ~~ ~ ~~
~~~~~~~ “આ બધી આનાકાની શરમને લીધે થાય છે. ચાલો મેનકાને પહેરવા દો” એમ કહી બાબુ ચા પીવા લાગ્યા. મેનકા કાને કા૫ પહેરવા લાગી અને એક પછી એક પહેરી વીરબાળાને બતાવવા લાગી. છેવટના પહેરેલા કાપ બહુજ પસંદ પડયા. એટલે મેનકાએ હસતા મુખે વીરબાળાને આગ્રહ કરી તે કાપ કાને પહેરાવ્યા અને નાનો આયને લાવી તેના મેં આગળ ધર્યો. વીરબાળા જેકે છુટથી ભાગ લેતી હતી પરંતુ શરમનો પડદો વચ્ચે આવતો હતો. છુટની ઇન્તજારીવાળાને આ શરમ ગમતી નહોતી પણ શંગારરસને વધારે ખીલવતી હતી. મેનકાને આ પ્રમાણે મશ્કરી કરતી જોઈ વીરબાળાએ મશ્કરીમાં હશીને છણકે કર્યો “ક્યાં સુધી અહીં બેસવું છે ? ઠઠ્ઠામશ્કરીમાં એક કલાક તો ચાલ્યો ગયો.”
મેનકા–“પણ તમારા હીરાના કાપની પસંદગીનું કામ પૂરું થાય એટલે જઈએ. તે માટે રાહ જોવાય છે.”
“લે ત્યારે જે આ પહેર્યો છે તે જ સૌથી વધારે પસંદ છે” એમ સંમતિ આપી વીરબાળા કાનેથી કાપ કાઢવા લાગી.
પ્રાણલાલ–“ના, હવે તે કઢાય નહીં. તે તમારા થઈ ચુક્યા.”
આમ પ્રાણલાલને આગ્રહ હોવા છતાં તે કાઢવા લાગી કે મેનકા હાથ પકડી બોલી, “હવે તે કઢાય ? તેમનું માન રાખવું જોઈએ.”
જયંતીલાલે કહ્યું “છો કાને રહ્યા, કાઢવાની જરૂર નથી. ઘણું જ સારા લાગે છે, કીમત અમે સમજી લઈશું.”
મેનકાએ ચાના ખાલી પ્યાલા ઉઠાવી લીધા અને અંદર ચાલી ગઈ, થોડીવાર પછી પ્રાણલાલ પણ અંદર ગયો કે જયંતીલાલ વીરબાળાને કહેવા લાગે “કેમ, વીરબાળા, કાપની જોડી પસંદ પડીને ?”
વીરબાળા–“ઘણું સારી છે. પહેરતાં મને બહુજ શરમ આવી, મેનકાએ પહેરાવી ત્યારે. મેનકા બહુ ચાલાક છે, મન પારખી શકે છે, શી રીતે કામ લેવું તે જાણે છે, તેને ચાળા કરતાં ખૂબ આવડે છે, ગમે તેવાને પાછું પાણી કરી નાખે છે, બોલતાં પણ સારૂં શીખેલી છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com