________________
દીક્ષાને બેધ.
૨૦૫
શકયો હતો. તેથી એમ સમજશો નહતું કે હીંમત હાર્યો છું. પહેલા. કરતાં તો બમણું હીંમત આવી છે. ભર્તૃહરિએ કહ્યું છે કે
प्रारभ्यते न खलु विघ्न भयेन नीचैः । प्रारभ्य विघ्नविहिता विरमन्ति मध्या । विघ्नै पुनः पुनरपि प्रतिहन्यमध्याः ।
प्रारभ्य चोत्तमजना न परित्यजन्ति ॥ નીચ પુરૂષો વિદનના ભયથી કાર્ય આરંભ કરતા નથી, મધ્યમ પુરૂષનો આરંભ કરે છે પણ તેમાં વિદન આવવાથી કામ છોડી દે છે અને ઉત્તમ પુરષો તે કાર્યને આરંભ કરીને તેમાં વારંવાર વિન આવ્યા છતાં પણ તે કાર્યને છેડી દેતા નથી. તે પ્રમાણે હું મારી દીક્ષાની પ્રવૃત્તિ છોડી દેવાને નથી, ભલે ગમે તેટલાં વિશ્ન આવે તે સહન કરવા તૈયાર છું, પણ દીક્ષા તે આપવાનેજ.”
“સગાં અને સંધની રજા શીવાય દીક્ષા આપી શકાય નહીં તેનું શું?” એ ત્રીજે ઉગાર. સામેથી નીકળ્યો.
આચાર્ય “જોયું લાલભાઈ ! આ તોફાની લોકોનું રૂપક સમજતું નથી. તે લોકો લડવા આવેલા જણાય છે માટે હવે મારા વિચાર એ છે કે આજનું વ્યાખ્યાન બંધ કરું.”
લાલભાઇ તથા બીજા શેઠીઆએ ઉભા થઇ હાથ જોડી કરગરવા લાગ્યા “મહારાજ! આમ તપી ન જાએ, કોઈ બોલે તેનું મેં આપણાથી શી રીતે પકડય?”
મહારાજ ગુસ્સે થઈ બોલ્યા “એવા માણસને સંઘ બહાર મુકવો જોઇએ, લાલભાઇ શેઠ ! આ કાંઈ નાના છોકરાના ખેલ નથી. આ તે આગમની વાતો છે, શાસ્ત્રનાં પાનાં છે, કાંઈ છાપાં નથી. જે કાંઈ બંદોબસ્ત નહીં કરે તો આગળ ખરાબ પરિણામ આવશે.”
જઈએ તો ખરા ! સંધ બહાર શી રીતે મુકાય છે ?” આ પ્રમાણે ચોથો ઉદ્દગાર ટોળામાંથી નીક.
લાલભાઈ પરિસ્થિતિ સૂજી ગયા, તેથી આચાર્યને વિનંતી કરી
અઢાર એ સરળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com