________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીને મેળાપ. ૩૩૭
ફઈબા–“હશે જે બન્યું તે ખરું પણ હવે મારા રમણિકલાલની સારી ચાકરી કરજો અને તેના શરીરની સંભાળ રાખજે. ભાઇને સ્વભાવ તો એવો સારે છે કે મરતાને મેર કહે નહીં. ભાઈ નેકરી ઉપર ચડે એટલે તમે સાથે જાઓ. સુખી રહે અને એકના અનેક થાઓ.”
ફઈબાએ દુધ તૈયાર કરી ચતુરાને તથા રમણિકલાલને આપ્યું. રસોડું મોટું હોવાથી બધાં અંદર બેઠાં અને સાધુ સાધ્વીની વાતો કરતાં કરતાં ગાંધારીવાળા શશીકાંતની વાત નીકળી.
દીવાળીબાઈ કહેવા લાગી “શશીકાંતની દીક્ષામાં તે મોટો ગજબ થયો છે. તેની બેરી પ્રભાવતીને તે ફાંસો ખાઈને મરવાનો વખત આવ્યો છે. શું વાત કરીએ ? શશીકાંતને દીક્ષા આપે ચાર માસ થયા, તે પહેલાં શશીકાંતને ૬ માસથી ચોથા વ્રતની બાધા હતી. હાલમાં તેની સ્ત્રી પ્રભાવતીને સારો દિવસ છે, પાંચ માસ થયા છે. લોકે તે ભાત ભાતની વાતો કરે છે, રાંડ છીનાળ હતી, વંઠી ગયેલી હતી, શી ખબર તે બાપડીની શી દશા થશે ?”
ફઈબા–“વાત મળી, તમારા ગાંધારી ગામના શશીકાંતને અમારા માલીકા ગામમાં છુપી દીક્ષા આપવામાં આવી હતી, પણ ત્યાં તે એવી વાત થતી હતી કે તે છોકરો ખરાબ છે. બાધાઓ લઈને ભાગે છે અને મહારાજ પાસે આલવણ લે છે. બાઈ તે બહુ સારી છે.”
દીવાળીબાઈ–“તમે કહો છો તેમજ હશે. બાઈમાં જરા પણ એવું અપલક્ષણ નથી. ભાઈએ બાધાએ લઈ તોડી હોય અને બાઈને માથે આવું કલંક લગાડતો હોય તો કોને ખબર? સાધુઓ અને સાવીએને દહાડો ઉઠયો છે. લોકોનાં ઘર ભાગે છે, કંચનશ્રી પિતાની ચેલીએને ઘણું દુઃખ આપે છે. જેયું જતું નથી. આ ચતુરાના નસીબે તે ઉત્તમશ્રી અને ચંદન શ્રી ચાકરી કરનાર મળી ગયાં એટલે ગાંધારીમાં રહી શકયાં. વળી તેમનું નસીબ ખીલવાનું હશે તેથી તેમને મસા થયા અને દવાખાનામાં લાવ્યા અને અચાનક મેળાપ થયો. નસીબની ગતિ કઈ કળી શકતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com