________________
૧૫ર
પ્રકરણ ૧૯ મું.
દુરાચારી થાય છે, કેટલાક આચારમાં શિથિલ થાય છે અને પરિણામે તમામ સાધુઓની વગોવણી થાય છે. નઠારાની સાથે સારા પણ ધિકકારાય છે.
ગૃહસ્થ ! આચાર્યના વૈભવની વાત તો પુછશો જ નહીં. ખાત્રી કરવી હોય તે અત્રેની જનધર્મશાળામાં નજર કરી આવો. ચેલાઓ પાસેથી કેવી ચાકરી ઉઠાવવામાં આવે છે તેનું અવલોકન ચોવીસે કલાકનું કરી વિચાર કરશે તે ગુલામગીરીને ખ્યાલ આવશે. સાધ્વીઓ પણ ચેલીઓ પાસેથી એવું કામ લે છે. દરેક કામ નાના ચેલાએ અને નાની ચેલીએ કરવું જ જોઈએ એવી ફરજ પાડેલી હોય છે. એવા ઘણા સાધુઓ જોવામાં આવે છે કે જેઓ દીક્ષા લીધા પછી ઘણા પસ્તાય છે. પણ શું કરે ? “ અને ભ્રષ્ટ તો ભ્રષ્ટ ” જેવી સ્થિતિ બનવાથી મુંગે મેઢે સહન કરી આર્ત ધ્યાનમાં અંદગી ગુજારે છે. કેટલાક સંસારીપણુમાં બેકારી યાને ભુખમરાના ભંગ થઈ પડેલા તે દીક્ષાને આજીવિકાનું સાધન મળેલું જાણું સંતેષ માની નિત્ય કર્મ કરી જીવન ચલાવે છે. આવી ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થા ભોગવનાર સાધુઓ આપણે જોઈએ છીએ.
ગૃહસ્થ ! મારા અનુભવ ઉપરથી હું કહી શકું છું કે મોટા મેટા આચાર્યો કરતાં સામાન્ય સાધુઓ પોતાના આત્માનું કલ્યાણ વધારે કરી શકતા હશે. કારણ કે જ્ઞાન એ એવી વસ્તુ છે કે જે તેને જીરવી શકે છે તે જ આત્મકલ્યાણ સાધી શકે છે, તેજ ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરવાને શક્તિમાન થાય છે. અને જે તેને જીરવી શકતા નથી, અર્થાત જેને જ્ઞાનને અપચો થાય છે તેમનામાં અભિમાન રૂપી બળવાન શત્રુ પ્રવેશ કરે છે, જેના પરિણામે તે અધમ ગતિના પંથે જાય છે. જ્ઞાનની સાથે અભિમાન થયો કે બસ બધી બાજી બગડી. જે જ્ઞાન મેક્ષ પદ આપે છે તે જ જ્ઞાન અભિમાન થવાથી નરકને રસ્તે લઈ જાય છે. જે મુનિ મહારાજે ખપ પૂરતું ભણેલા છે તે તે એમ સમજે છે કે આપણે વધારે ભણ્યા નથી, આપણે કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com