________________
જયંતીલાલ અને વીરબાળાને ન ગૃહસ્થાશ્રમ. ૧૯૭ ~~~~~~~~ ~ તને હવે આટલી વાત ઉપરથી શું સમજાયું ? આવો ધંધો કરવા સલાહ આપે છે ?”
મને સલાહ આપવાની સમજણ ન પડે, પુરૂષના કામની પુરૂષને સમજણ પડે.”
“બરાબર, તારી વાત ખરી છે, પુરૂષના કામની મને સમજણ છે પણ સ્ત્રીના કામની તે તને સમજણ પડશેને ? જે સ્ત્રીઓ આવે છે તેની સરભરા બકુલ કરે છે તે તારા જાણવામાં છે એટલે જે સ્ત્રીઓ આવે તેની સરભરા તે તારે કરવાની છે.”
“પણ પુરૂષો આવશે તેની સરભરા કેણ કરશે ?” તેની સરભરા હું કરીશ.” પણ તમે નહિ તે વખતે?” બસંતીલાલની ગેરહાજરીમાં કેણ કરે છે?”
બસ તીલાલની ગેરહાજરીમાં બકુલ કરે છે.”
“ ત્યારે મારી ગેરહાજરીમાં કેણ કરે તેનો ખુલાસો તારા હાથેજ થઈ ગયે. જેમ બકુલ કરે તેમ તું પણ કર”
પણ તે તે બકુલને આવડે, મને ન આવડે. પારકા પુરૂષની સરભરા કરતાં શરમ ન આવે ? હાય હાય! આ શું બોલ્યા ?”
આટલા બધા ભેળપણમાં વીરબાળા પોતાના ખરા સ્વરૂપમાં આવી ગઈ, તેનું શુદ્ધ અને દઢ હદય એકદમ ચમકી ઉઠયું. આવા તેના ઉગારથી જયંતીલાલને લાગ્યું કે હવે આગળ ન વધવું. વધારે ઉતાવળ કરવાથી કદાચ બાજી બગડી જાય અને થોડી ઘણું પાટા ઉપર ગાડી ચડી છે તે પાછી ઉતરી જશે. હજુ વધારે પાણી છાંટવાની જરૂર છે. માટે તે વાત ઉલટાવી તે કહેવા લાગ્યો, “ના, ના, બકુલની માફક વવાનું કહેતા નથી, વળી બકુલ જેવું તને કરતાં પણ ન આવડે. તેમાં તો ઘણી ચાલાકીની જરૂર છે. સારા માણસને
સીસામાં કેસ ઉતારે તેની વિદ્યા શીખવી પડે છે તે વિદ્યા તને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com