________________
૧૪
પ્રકરણ ૨
જું.
આ શબ્દોની સાથે માલતીએ ટેબલ ઉપરથી ખડીઓ અને હેલ્ડર તે બાઈના આગળ ધર્ય, બાઈએ તે યાદીની નીચે
“આ દાગીના મારે છે અને તે તમને સાચવવા આપી ગઈ છું. લી. વીરબાળા તે જયંતીલાલ છોટાલાલની સધવાની સહી.
દા. પોતાના. માહ સુદ ૫. ભદ્રાપુરી.” એ પ્રમાણે લખી યાદી રસિકલાલના હાથમાં મુકી. રસિકલાલે યાદીમાં તેનું નામ અને તેના અક્ષરે જોઈ કહ્યું “વીરબાળા બેન ! તમારા અક્ષર તે ઘણા સારા આવે છે.”
વીરબાળા ગદગદ સ્વરે બોલી “પણ તે બધું નકામું છે.”
રસિકલાલે દયાદ્રમુખે કહ્યું “તમે ગભરાશો નહીં, જે બની શકે તો તમારા પતિ જયંતીલાલને સમજાવી સુધારે, શઠે છેડાવો, તેમને જેમ બને તેમ ખુશ રાખવા પ્રયત્ન કરે, પ્રેમથી વશ કરે.”
વીરબાળાએ કહ્યું “હું તેમ કરવા પ્રયત્ન કરું છું પણ મારા પ્રયાસમાં નિષ્ફળ નીવડું છું. શટેરીઆના ચિત્તની દશા વિચિત્ર હોય છે. હું કાંઈ કહી શકતી નથી. અઠવાડીઆથી ધંધાની શોધમાં કનકનગર ગયેલા છે. તેડાવશે ત્યારે હું ત્યાં જઈશ. ભાઈ! હું હવે જાઉં છું.”
“રાત ગઈ છે માટે તમારી સાથે રામાને ફાનસ લઇને મોકલું છું, ઉભાં રહો” એમ કહી માલતીએ રામાને વીરબાળાની સાથે ફાનસ લઇને જવા સૂચના કરી. વીરબાળા બંનેને ઉપકાર માની રામાની સાથે પિતાના ઘેર ગઈ.
તેના ગયા પછી રસિકલાલે તે યાદી કબાટમાં મુકી દીધી અને દાગીનાની દાબડી તીજોરી ઉઘાડી તેમાં મુકી દીધી. આ કામથી પરવારી બંને સુઈ ગયાં.
દીક્ષાની અને સરિતાની વાતનો પ્રવાહ ચાલતો હતો તેમાં આ ત્રીજી વીરબાળાની વાતને વધારે થયો અને તે વિચારમાં ને વિચારમાં આ પ્રેમાળ પરોપકારી દંપતી નિદ્રાવશ થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com