________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીને મેળાપ. ૩૩ દશરથલાલ–હું તમારી રાહ જોતો તેમની પાસે બેસીશ. તેમને કહીશ કે તે હમણું મળવા આવશે. હું હવે જાઉં છું” એમ કહી દશરથલાલ પોતાને ત્યાં વિદાય થયો.
ચતુરશ્રીનું મન તેના પતિ રમણિકલાલમાં લીન થઈ ગયું. જરૂર સ્વીકાર કરશે એમ તેનું મન કબુલ કરતું હતું. દશરથલાલની વાતથી તેનામાં અજબ નૂર આવવા લાગ્યું, દવા વિના લોહી ચડવા માંડયું, ચિતાથી ઘુમ થયેલું માથું ઉતરી ગયું, હવે દશરથલાલ શે સંદેશ લાવે છે તેટલાજ ઉપર તેનું ભાવી અવલંબીને રહેલું હતું. આવા વિચારમાં ને વિચારમાં તે નિદ્રાવશ થઈ.
બીજે દિવસે સવારે દશરથલાલ સાધ્વી પાસે ગયો. તેને જોઈને તે સાધ્વી આતુરતાથી પુછવા લાગી “ભાઇ શુભ સમાચાર લાવ્યા છેને?
દશરથલાલ “હા મહારાજ ! તેમણે કહ્યું છે કે તમારી માગને સ્વીકાર જરૂર કરીશ. હમણાં થોડા વખત પછી તે તમને મળવા તમારી પાસે અહીં આવશે. ”
ચતુરથી-“જરૂર આવશે?” દશરથલાલ–“હા મહારાજ! જરૂર આવશે.” ચતુરશ્રી “હવે તમે મને મહારાજ શબ્દ વાપરે છેડી દો.”
દશરથલાલ–“જ્યાં સુધી તમારા શરીર ઉપર આ પીળા કપડાં છે ત્યાં સુધી મહારાજ શબ્દ વાપરવો જોઈએ, જ્યારે સંસારી વેશમાં મારા મિત્ર રમણિકલાલને ઘેર આવશે ત્યારે તમે કહેશે તે નામથી તમને બેલાવીશ.”
ચતુરશ્રી–“મારું દરદ આજે પૂરેપૂરું મટી ગયું છે. તમારા જવાબથી મને અનહદ આનંદ થાય છે.”
રમણિકલાલ ઘેરથી નીકળ્યો. જે ર્ડોકટરની સારવાર નીચે સાધ્વી હતી તે ડૉક્ટરને મળ્યો. તે બંને સહાધ્યાયી હતા, રમણિકલાલે સાધ્વીની બધી વાત જણાવી અને કહ્યું કે “હવે તેને ઘેર લઈ જાઉં છું અને
આ પીળાં કપડાં ઉતારી નાખું છું.” ડૉકટર આ સાંભળી હશી કહેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com