________________
જયંતીલાલ અને વીરબાળા. સરિતાના સંકટની શરૂઆત. ૨૬૧
બન્યું. લગ્નને સારે સીરપાવ પણ મળવાનો હતે પણ આ વચ્ચે વિધ્ર આવ્યું તેથી બધું અટકી પડ્યું. હવે જે થાય તે ખરું.”
એમ કહી જયંતીલાલ સુવાની તૈયારી કરતો હતો એટલામાં બસંતીલાલ અંદર આવી જરા બાજુમાં જઈ કહેવા લાગ્યો “જયંતીલાલ ! બે સ્ત્રીઓ આવી છે. એક તે આપણે ત્યાં રહે તેમ છે, માટે જે મરજી હોય તે તારે ત્યાં રાખ. પણ બીજી પચે તેમ નથી. તે તે હજુ નાની ઉગતી યુવાનીવાળી છે અને તે વળી તારી ન્યાતની છે. તેને ઉપાડી લાવવામાં મૂર્ખાઈ કરી છે. તેની પાછળ જરૂર તપાસ ચાલતું હશે, વળી પિલીસ પણ હાલમાં કુટણખાના ઉપર ઘણુજ કરડી નજરથી જુએ છે. જે જરા ખબર પડી તે પોલીસ ખરાબ કરી નાખે છે અને બાઈની અરજી લઈ કેરટમાં ઘસડે છે. હવે જે બન્યું તે ખરું. અદ્ધર ઉપાડી લાવ્યા છે. રાત છે એટલે સારું થયું, દિવસ હોત તે જરૂર પાછળ પિોલીસ લાગુ પડી હત. મારે ત્યાં રાખ્યાં છે. હું ક્યારની તારી રાહ જોઈને બેઠા હતા. તારા આવવાની ખબર પડી કે તારી પાસે આવ્યો. પણ કાંઈ ડરવા જેવું નથી. તમે બંને જણ આવીને તેમને આશ્વાસન આપે. તમે પણ શ્રાવક છે એમ જાણે તેમને ધીરજ આવશે. હું મારી ઓરડીમાં છું. તું વીરબાળાને લઈને આવ.”
આ વખતે વીરબાળા જોડેની ઓરડીમાં ઉભી હતી. જયંતીલાલ તેની પાસે જઈ કહેવા લાગ્યો. “બિચારી કે બે બાઈઓ ભૂલી પડેલી આવી છે, બસંતીલાલની ઓરડીમાં છે, તેમાં એક શ્રાવક હોવાથી આપણે તેમને આપણું પાસે લાવીએ. ચાલ” એમ કહી વીરબાળાને સાથે લીધી. જ્યાં તે બંને બેઠાં હતાં ત્યાં ગયાં. તેઓ એશીઆળાં હતાં, બકુલ તેમની પાસે બેઠેલી હતી અને ધીરજ આપતી હતી.
જયંતીલાલે દયાના ઉપાસકને આડંબર ધારણ કરી મેરી સ્ત્રીના સામું જોઈ પુછ્યું “બેન ! તમારું નામ શું?”
મેનકા–“મારું મૂળ નામ મેના પણ મેનકા કહી બેલાવે છે. આ બેનનું નામ સરિતા છે અને જાતે શ્રાવક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com