________________
પ્રકરણ ૧ લું.
કઈ સાધુ મહારાજ લઈ ગયા હશે તો તે તેને દીક્ષા આપશે, તેથી તેના આત્માને ઉદ્ધાર થશે. સંસારમાં રહીને શું કરવાનો છે?” આ પ્રમાણે કહી મદદને બદલે બિચારી માને દાઝયા ઉપર ડામ દે છે. મને તે એટલી બધી રીસ ચડી છે કે મારું ચાલે તો તેમને કારટમાં ઘસવું. શ્રીમંતેજ પાસે રહી છેકરાને નસાડે, સંતાડે અને સાધુઓને આડકતરી રીતે બધી મદદ આપે. શું આ તમને જેનેને શેભે છે ? મેં તે તેમને (નવનીતરાયને) કહ્યું છે કે ઘરના પૈસા ખરચી ચંપકલાલને શોધી કાઢી રૂદન કરતી તેની માને મેળવી આપ જોઈએ. જડે તે ઇનામના પૈસા પણ અમારેજ આપવાના છે.”
નવનીતરાય અને સાગરિકા ઉભાં રહીને જ બેલતાં હતાં. તેમના મુખ ઉપર ગુસ્સાના અને દયાના આવેશનું મિશ્રણ થયેલું જણાતું હતું. આજુબાજુના બાંકડા ઉપર બેઠેલા લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયેલું હતું તેથી તેમનામાં પણ જનોની આવી દીક્ષા તરફ તિરસ્કારની લાગણુઓ ઉત્પન્ન થવા લાગી, અને સાધુ વિષય ઉપર ચર્ચા થવા માંડી.
માલતીએ “પ્રજાપકાર” હાથમાં લીધું અને ફરી વાંચી જઈ સાગરિકોને કહેવા લાગી “આ પ્રત હું મારી પાસે રાખી લઉં છું. આજની ચર્ચાથી અમને જરા પણ છેટું લાગેલું નથી, તમે ખરેપર ઉપકારનું કામ કરેલું છે. અમે ઘણા વખતથી આવા બનાવે સાંભળીએ છીએ; અમે પણ તમારા જેવા જ વિચાર ધરાવીએ છીએ; પણ શું કરીએ ? અંધશ્રદ્ધાળુ શ્રાવકે. સાધુઓનું જરા પણ પડવા દેતા નથી. જરા કઈ સાધુનાં ગેરવર્તનની વાત કહેવા જાય તે તેના ઉપર આ સંધ તુટી પડે અને તેને સંધ બહાર મુકવા તૈયાર થાય. જરાપણ વિચાર નહીં કરે કે એમાં સાધુને દોષ છે કે કહેનારને
છે. અમે તે ઘણી વખત મનમાં બળીને રહીએ છીએ. પુછે આ ચંદ્રકુમારભાઈને, તે સાક્ષી છે, એક વખત સાધ્વીના ઉપાશ્રયમાં સાધ્વીને હું જરા શીખામણ દેવા ગઈ, એટલામાં તો તે તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com