________________
સાધ્વીમાતાનું તીવ્ર સ્મરણ, તપાસ અને મેળાપ. ૩૭૩ mironnin
રતિલાલ–" પ્રથમ એક માણસ મોકલી તપાસ કરાવીએ કે તે ત્યાં છે કે કેમ. જે તે ત્યાં હોય તે પછી આપણે જઈએ.”
ચતુરા–“તે ઉત્તમશ્રી તે ગાંધારીમાંજ હશે તેમાં શક નથી. માટે જે મળવું હોય તે બધા સાથેજ ચાલે. વળી જે તેમને સંસારીપણમાં આવવાની મરજી હોય અને જગજીવનદાસ શેઠને રાખવાની ઈચ્છા હોય તે કપડાં પહેરાવી અહીં લાવવાં.”
જગજીવનદાસ–“મને ચતુરાબેનની સલાહ વ્યાજબી લાગે છે. આપણે પાંચે સાથે નોકર રસોઈએ લઈ કાલેજ તે તરફ ઉપડીએ. તમારા બંને માટે હું રાજબિહારીલાલને વાત કરીશ.”
ઉર્મિલા–“મને પણ તે વિચાર ઠીક પસંદ પડે છે. જે ઉત્તમશ્રીને આવવાની ઇચ્છા હશે તે સાથે લાવી શકાશે.'
આ પ્રમાણે સલાહ મેળવી ત્યાંથી ઉઠી રસ્તામાં ચેપારીની હવા લઈ બંને આનંદી દંપતી પિતાને ઘેર ગયાં.
બીજે દિવસે જગજીવનદાસે રાજબિહારીલાલને વાત કરી. તેમણે પણ તેજ સલાહ આપી. કનકનગરમાં આ પેઢીની શાખા હોવાથી ત્યાં તાર મુકી ખબર આપી, અને સેકન્ડ કલાસ કેમ્પાર્ટમેન્ટ રીઝવર્ડ કરાવ્યું. રાત્રે તેઓ કોલાબા સ્ટેશને ભેગાં થયાં અને મેલ પછીની ફાસ્ટ ટ્રેનમાં કનકનગર તરફ ગયાં.
કનકનગર સવારે સાત વાગે પહોંચ્યાં. સ્ટેશન ઉપર પેઢીને મેનેજર લેવા માટે આવ્યો હતો. પેઢીમાં જઈ જમી તરતજ બે મોટર ભાડાની કરી ગાંધારી તરફ ઉપડયાં. ગામ બહાર નાની ધર્મશાળા હતી ત્યાં મુકામ કર્યો.
રતિલાલ વગેરે એક માણસને સાથે રાખી તેને એક પિોટકી આપી. જ્યાં ઉતમથી રહેતાં હતાં તે ઉપાશ્રયમાં ગયાં, પણ ત્યાં તો કઈ જણાયું નહીં. પછી પુછતાં કેઈએ કહ્યું કે તેમને તો અહીંથી કઈ સાધુએ લડીને કઢાવ્યાં છે તેથી આ જોડેની ગલીમાં એક મકાન
છે તેમાં રહે છે. તેમને લીધે તે અહીંઆ કછઆ થયા છે. ચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com