________________
૨૮૬
પ્રકરણ ૩૦ મું.
મુકીને નાશી જાય છે, કોઈ વંઠી જાય છે; આવી દુર્દશા જોઈ કેને દિલગીરી થયા વિના રહેશે? અમારે તેવા સાધુઓ જોઈતા નથી. ચારિત્રવાન સાધુઓ જોઈએ છે. થોડા પણ શુદ્ધ અને જૈનકેમને ઉદ્ધાર કરનાર હશે તે બસ છે. કહ્યું છે કે–
वरमेको गुणीपुत्रो न च मूर्खशतान्यपि । एकश्चंदस्तमो हन्ति न च तारागणोऽपि च ॥
અર્થાત સે મૂખ પુત્ર કરતાં એક ગુણવાન પુત્ર હોય તે બહુ સારું. કરડે તારાથી રાત્રી પ્રકાશમાન થતી નથી પણ બસ એક ચંદ્ર તમામ અંધકાર હણી રાત્રીને પ્રકાશિત કરે છે. વળી કહ્યું છે કે
शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र चंदनं न वने वने ॥
અર્થાત દરેક પર્વતમાં માણેક પાકતાં નથી, દરેક હાથીના કુંભસ્થળમાંથી મોતી મળતાં નથી, દરેક સ્થળે સાધુ પુરૂષ – પુરૂષ નીવડતા નથી અને દરેક વનમાં ચંદનનાં વૃક્ષ થતાં નથી. એ રીતે જે ગુણવાન હોય છે તેની કીંમત ગણાય છે અને તે જ ઉપયોગી થઈ પડે છે.”
આ પ્રમાણે કહી કેવા કેવા પ્રકારની દીક્ષાઓ અપાય છે તેના ઉપર જોશભેર વિવેચન કર્યું હતું. આગળ ચાલતાં પ્રમુખે જણાવ્યું–
ગૃહસ્થ ! આપણે વેપારી રહ્યા એટલે દરેક વસ્તુ વેપારની દૃષ્ટિએ જોઈએ. મુંબઈની માફક આ કનકનગરમાં દરેક જાતના વેપાર અને શદા, તેને માટે ખાસ બઝાર. જુઓ શેર બઝાર, એરંડા બઝાર, સોનાચાંદી બઝાર, રૂ બઝાર, અળશી બઝાર, આ બધા બઝારમાં હવે એક નવ દીક્ષા બઝાર ઉપાડવામાં આવ્યો છે. (હસાહસ) તે બઝારમાં તેના વેપારીઓ અને દલાલો ધમાલ મચાવી મુકે છે. દીક્ષાના ઉમેદવારોના ભાવ બોલાય છે. કેઈ હજારને કઈ બે હજારને તો કોઈ ચાર હજારને, કઈ કે તે સાત અને દસ હજારના પણ હોય છે, જેવી જેની લાયકાત. જે બિચારે એકલો હેય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com