________________
(૪૦ ) તૈયાર છે! વડોદરા રાજ્યની પ્રજા માટે
ઉપયોગી અને વાંચવાલાયક એકંદર ચારસો પૃષ્ઠનું પાકા પુઠાનું દળદાર પુસ્તક
વિસનગર
અને
વડોદરા રાજ્યની ટૂંક હકીકત.
લેખક મહાસુખભાઈ ચુનીલાલ. કીંમત ફક્ત રૂ. ૧-૮-૦ પોસ્ટેજ ૦-૪-૦૦ પ્રજા પોતાના રાજ્યની, રાજ્યબંધારણની, વ્યવસ્થાની સામાન્ય પરિસ્થિતિને અભ્યાસ કરી શકે તેવા હેતુથી આ પુસ્તક પ્રકટ કરવામાં આવ્યું છે. તેમાં વિસનગરની માહીતી ઉપરાંત શરૂઆતમાં વડેદરા રાજ્યને સંક્ષિપ્ત ઇતિહાસ, રાજ્યની વસ્તી અને આર્થિક સ્થિતિના આંકડા, રાજ્યતંત્ર, તમામ ખાતાના ટૂંક હેવાલ, દારૂની બદી, ફરજ્યા કેળવણીનું સરવૈઉં, ધારાસભા, તથા કડી પ્રાંતની અને તેના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હકીકત આપવામાં આવી છે. તેથી આ પુસ્તક વડોદરા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જોડાઈ કામ કરનારને અને સામાન્ય રીતે વડોદરા રાજ્યની પ્રજાને ઘણું જ ઉપયોગી છે. આ પુસ્તક નીચેને ઠેકાણેથી રેકડી કીંમતે અગર ટપાલ મારફત વેલ્યુપેએબલથી મળશેઃ—
મહાસુખભાઈ ચુનીલાલ,
મુકામ–વિસનગર, જીલ્લો -ગુજરાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com