________________
૨૩૦
પ્રકરણ ૨૬ મું. દીક્ષાની જાળમાં સપડાયેલાં સાત પક્ષીઓ.
સરકાર તપાસ કરશે? અમને ભરોસાપાત્ર મળેલા હેવાલ ઉપરથી જાહેર જનતાને જણાવવા રજા લઈએ છીએ કે શેઠલાલભાઈ આચાર્યને ૫૬ ચેલા યેન કેન પ્રકારેણ પૂરા કરી આપવા માટે દીક્ષાના અગ્નિકુંડમાં ગરીબ સાત માણસેના ભાગ આપ્યા છે તેને દયાજનક હેવાલ નીચે પ્રમાણે છે
પહેલે કેદારમલ નામને જે મારવાડી છે અને જેનું નામ કેદારવિજય રાખવામાં આવ્યું છે તે શ્રાવક છે, તેને પરણે માત્ર ત્રણ જ મહીના થયા છે. બિચારી તેની નવપરણિત સ્ત્રીની હવે શી દશા થશે ? બીજે પુરૂષ ચંદુલાલ કે જેનું નામ ચંદ્રવિજય રાખવા આવ્યું છે તેને એક ધરઢ ડેશી છે. તેની સંભાળ લેનાર કેઈ નથી. ચંદુલાલ તે ચંદ્રવિજય બની ઉપા* ચમાં બેઠા, હવે તેની ઘરડી ડોશીને પાંજરાપોળમાં કે બેવારમાં મુકવાની વ્યવસ્થા કરી છે કે કેમ તેને કોઈએ વિચાર કર્યો છે. ત્રીજા જેસીંગલાલ કે જેમને જયવિજય નામ આપવામાં આવ્યું છે તેમને યુવાન બૈરી અને નાનાં બે બાળકે છે. તેમને સમજાવીને ક્યાં સંતાડી રાખ્યાં છે તે જાણવામાં આવતું નથી. આ ત્રણેની શી દુદર્શા થઈ હશે ? ચોથે દીક્ષિત રૂપા નામનો રબારીને કરે છે તેને સ્ત્રીઓએ વરઘોડામાં ગાતી વખતે રબારી નહીં કહેતાં દડા વિનાના દરબારી કહી ઠીક માન જાળવેલું છે, તે ભાઈને કશો ઉજાગરે નથી. પણ જૈનધર્મ કે નવકાર શું તેની તેને ગમજ નથી. તેનું નામ રૂપવિજય રાખવામાં આવ્યું છે. આ મહારાજ જૈનેના ગુરૂ બની જેનેનું શું ઉકાળવાના છે ? પાંચમાં મૂળજીભાઈ બારોટ છે. આ. ભાઈને કવિત ગાતાં ઠીક આવડે છે. શરીરે માંદા જેવા રહે છે, રોટલાનું અને દવાનું જરા પણ સાધન નહોતું. દીક્ષા લઇ મૂળવિજય મહાસજ બન્યા છે એટલે હવે દવાને અને ખેરાકને બોજો શ્રાવક ઉપર પડયો છે. વ્યાખ્યાનમાં કવિતા ગગડાવી જુના ભાટચારણના જમાનાનું દિગદર્શન કરાવશે. દીક્ષા લેવાથી મુળજીભાઈને ખુશામતને ધંધે કરી ઉદર ભરવાની ઉપાધિ મટી. છઠ્ઠા એક જેવા જેવા રામા પટેલ છે જેમનું નામ રામવિજય રાખેલું છે તે બિચારે મીલમાં કામ કરતા અને અવકાશ વખતે રોઠનો. હુકમ હેવાથી સાધુઓના પગ ચાંપતો હતો એમ પનું પૂરું કરતે હતે. હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com