________________
સત પુરૂષોને દીક્ષા મહોત્સવને વરઘડે.
૨૨૯
વરઘેડે ધર્મશાળામાં ઉતર્યો. કેટલાક સાધુઓ આગળથી આવી તે સ્થળે ગોઠવાઈ ગયા હતા. નાણુ માંડી દીક્ષાની તમામ સામગ્રીઓ તૈયાર રાખવામાં આવી હતી. આચાર્ય સૂર્યવિજયના શિષ્ય શુદ્ધિવિજયના હાથે સાતે મહાત્માઓને દીક્ષા આપવામાં આવી. તમામ વિધિ પૂરી થઈ કે શ્રીફળની પ્રભાવી થઈ. એ રીતે દીક્ષા મહોત્સવની સમાપ્તિ થઇ.
બીજા દિવસે સવારે લાલભાઈ શેઠ લાલભુવનમાં આચાર્યની પાસે વ્યાખ્યાન પહેલાં મળવા ગયા. આ વખતે તેઓ બંને અને તેમની મંડળીના ખાસ શાસનપ્રેમી ગૃહસ્થ એટલા બધા આનંદના આવેશમાં આવી ગયા હતા કે બસ તેની તેજ વાત હશી હસીને કરતા હતા. અને અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજના સભાસદોને ગાળો ભાંડતા હતા અને તે સાથે આચાર્ય પદ્યવિજયની નિંદા કરતા હતા.
આમ આનંદથી વાર્તાલાપ ચાલી રહ્યા છે એવામાં એક ફેરીઓ કનકનગર સમાચાર” “દીક્ષાને વરઘોડે ”–“દીક્ષાની જાળમાં સપડાયેલાં સાત પક્ષીઓ”—“સરકાર તપાસ કરશે?” એમ એક પછી એક વાક્ય બોલો બોલતે લાલભુવન આગળ આંટા મારવા લાગ્યા. આથી આચાર્યની જોડે બેઠેલા મર્મવિજયજી સાધુ કે જેમણે સુવર્ણપુરમાં હાથી ઉપર બેસી દીક્ષા લીધી હતી અને જે અત્યારે આચાર્યના ખાસ માનીતા શિષ્ય થઈ પડયા હતા તેમણે ઇન્તજારી બતાવી કહ્યું “છાપામાં શું આવ્યું છે તે જરા જુઓ તો ખરા ?” એમ કહી છાપું લેવા લાલભાઈને સૂચના કરી. લાલભાઈએ ચાર આના આપી ચાર પ્રતે લીધી. આંટા મારવાનો ફેરીઆને સત્યાગ્રહ સફળ થશે.
મવિજયે છાપું હાથમાં લઈ પાનાં ફેરવી તે લેખ શોધી કા. હેવાલ લાંબે હોવાથી વધેડાના વર્ણનની બીના પડતી મુકી
નીચેને મુદ્દાને હેવાલ વાંચવા લાગ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com