________________
૨૨૮
પ્રકરણ ૨૬ મું.
કે તેમણે નરભવ સુધાર્યો! છેડી દુઃખદાયક સંસાર, છડી પરિવાર. દીક્ષાને દીપાવીએ. ૧૭ સર્વે સ્વાર્થી છે માત પિતા પત્ની, સ્વાથી સ્નેહી સગાં પરિવાર, તે છે દુઃખભાર. દીક્ષાને દીપાવીએ. ૧૮ ધન્ય ધન્ય હજે તેવાં રત્નેને જેઓ દીક્ષા લે છે ઉલટભેર, વર્તે લીલાહેર. ડીક્ષાને દીપાવીએ. ૧૯ આવ્યા અત્રે શ્રીસૂર્યવિજયસૂરિ, કે પુણ્યના બળને જેગ, મળ્યા સુસંગ. દીક્ષાને દીપાવીએ. ૨૦ સાજન માંહે હજારે શ્રીમંત છે, છે પણ જોઈને હરખાય, ઉરે ઇર્ષા થાય. દીક્ષાને દીપાવીએ. ૨૧ સ્ત્રીઓ છાબ લઈ ઉપકરણની નામણ દીવો લઈને હાથ, ચાલે સદ્ગ સાથ. દીક્ષાને દીપાવીએ. ૨૨ લાલભાઇના કોડ પૂરા થયા, કીર્તિ ફેલાઈ દેશ વિદેશ, ખામી નહીં લેશ. દક્ષિાને દીપાવીએ. ૨૩ આવા ઠાઠની શોભા શું ગાઈએ? ગાવા સબળ નહીં છે મુખ, થાકે મહાસુખ. દીક્ષાને દીપાવીએ. ૨૪
વરડે ધીમે ધીમે ચાલતે ભર બઝારમાં આવવા થયો કે તેને ખાસ હીરાબઝારમાં થઈને લઈ જવાનું હતું પરંતુ રસ્તાની બંને બાજુએથી “શેમ! શેમ !” ( શરમ' શરમ !) ના પિકારોના ધ્વનિ ગાજી રહેવાથી પોલીસ ઇન્સ્પેકટરે લાલભાઈની પાસે છુપી રીતે આવી કાનમાં જણાવ્યું કે “લોકલાગણી ઘણુ વિરૂદ્ધ છે, હીરાબઝારમાં થઈને લઇ જવાથી જરૂર સુલેહને ભંગ થશે માટે ત્યાં થઈને જવાને મમત છેડી દે." લાલભાઈએ લાચારીથી પોલીસનું કહેવું સ્વીકાર્યું અને તે રસ્તે છેડી બાજુના રસ્તે હીલા મેંઢે વરઘોડે લઈ જવાની લાલભાઈને ફરજ પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com