________________
૩૫૦
પ્રકરણ ૩૫ મું.
ખે. લાગ આવે તો આપણું છોકરું પણ વેચી ખાય.ચેલા કરવામાં વાણીઆ મેં માગ્યા પિસા આપે છે. આવા વખતમાં પૈસા દેખી ભલભલા લલચાય છે. તે પછી ગરીબ માણસ હજાર રૂપીઆની રકમ દેખી લલચાય તેમાં શી નવાઇ ?”
આમ વાતમાં ને વાતમાં ચા પીવા લાગ્યા. થોડીવારે તે શ્રાવક ત્યાંથી વિદાય થયે. વીશીવાળે પછી ચંદ્રકુમારના ઓરડામાં ગયો અને તેમને ચા આપી કહેવા લાગ્યો “કેમ હેવાલ સાંભળેને? નંદકા કંદ ગોવિંદ જાણે, કઈ કઈને વિશ્વાસ કરવા જેવું નથી.”
- ચંદ્રકુમાર–હું તે તેની હકીકત જાણું દિગમૂઢ થઇ ગયો છું મારે હવે કેાઈને પુછવાની જરૂર નથી. અત્યારે વળતી મોટર કેટલા વાગે જતી હશે?”
શિવાળા–“અમરાપુર જવાની મોટર સાંજના ૪ વાગે અહીંથી ઉપડશે. કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. આપણું મકાન આગળજ ઉભી રહેશે. હજુ તે ઘણી વાર છે.”
બે કલાકની વાર હોવાથી ચંદ્રકુમાર વિગેરે ગામમાં ફરવા નીકળ્યાં. ગામ તદન નાનું હતું. સાધુનો ઉપાશ્રય હતું. તેની પાસે એક દેરું હતું, તે ઉઘાડું હોવાથી બંને દર્શન કરી આવ્યાં. વખત થવા આવ્યો કે તેઓ વીશી આગળ આવી નીચે એટલા ઉપર બેઠાં. તેમણે વીશીવાળાને તેની મહેનતને બદલે આયે. મોટર આવી કે તેમાં બેશી તેઓ અમરાપુર તરફ ઉપડયાં.
અમરાપુર આવી બનેલી હકીકત ચંદ્રકુમારે અવંતીલાલને કહી સંભળાવી. તે જાણું ઘરમાં દરેકને ઘણુ જ દિલગીરી થઈ “માણસની પરીક્ષા કર્યા શીવાય આપણે સરિતાને મોકલી તે આપણે મોટામાં મોટી ભૂલ કરી” એમ પસ્તાવો કરી ખૂબ જીવ બાળી અવંતીલાલે કહ્યું “ભાઈ ચંદ્રકુમાર ! હવે તમે એકત્ર મળી પોલીસ પાસે શેધ કરાવશે તેજ પત્તે લાગશે, પેલા પાપી ખાટકી મામાને પકડાવો એટલે બધી વાત નીકળશે, સાધુનું નામ પણ નીકળશે અને પૈસા આપનાર પણ પકડાશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com