________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીને મેળાપ. ૩૨૭
દશરથલાલ–“હા, હવે તે ઘણુજ સારી છે.”
આ શબ્દો સાંભળી ચતુરશ્રીના મુખ ઉપર તેજી આવી, આનંદ છવાઈ રહ્યા, “ખરેખર એજ હશે. પ્રભુએ દયા કરી બચાવ્યા,” એમ મનમાં હરખાતી ચતુરથી બોલી “પણ ભાઈ દશરથલાલ ! તે મને અને મળવા આવી શકે ?”
દશરથલાલ–“હા, શા માટે નહીં ? તમારા માટે તે એટલી બધી ર્ડોકટરને ભલામણ કરી છે કે તમને જરા પણ તકલીફ પડે નહીં. ખાસ બે બાઈએ તમારી સારવાર માટે ડોકટરે રાખી છે. પણ હવે તમારી તબીઅત કેવી છે?”
ચતુરથી—“મને હવે પહેલાં કરતાં ઘણું સારું છે, દરદ તદ્દન મટવા આવ્યું છે અને તબીયત પણ સારી રહે છે.”
દશરથલાલ–“પૂરે આરામ થયા પછી ક્યાં જશે?” ચતુરથી–“પછી તે જ્યાં નસીબ લઈ જાય ત્યાં.” દશરથલાલ “ આમ કેમ બોલે છે ?”
ચતુરી-બતેવું બેલવા જેવું મેં આ કમનસીબ સ્ત્રીએ કામ કરેલું છે માટે બોલું છું” એ શબ્દોની સાથેજ આંખો અશ્રુમય બની.
દશરથલાલ–“આમ ન કચવાઓ, મારા મિત્રને સ્વભાવ એવો છે કે તે કોઈની પણ ચાકરી કરી છુટે છે, વ્હસ્પીટલમાંથી છુટયા પછી પણ તમને દુઃખી અવસ્થામાં નહીં રહેવા દે. માટે કચવાશે નહીં. પણ સંસારીપણુમાં તમે ક્યાં પરણ્યાં હતાં?”
ચતુરકી–નામ દઈ ઓળખાણ કરાવ્યાથી શું ફાયદો છે!” દશરથલાલ–“કેમ? ઓળખાણ પણ એક રત્નની ખાણ છે.”
ચતુરથી-“એાળખાણ નીકળે તે તમારા મિત્ર મારી માગણીને સ્વીકાર કરી શકશે ?”
દશરથલાલ–“વાહ! શા માટે નહીં કરે. ઓળખાણ વગર અત્યારે મદદ કરે છે તો પછી એળખાણ નીકળે તો વધારે મદદ કરે એમાં શું આશ્ચર્ય ? પણ તમે મારા એક પ્રશ્નનો જવાબ ખાઈ ગયાં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com