________________
૧૧૨
પ્રકરણ ૧૬ મું.
આપે પોલીસની તપાસમાં જણાવ્યું છે તેને સાર એ છે કે “મારું નામ વિજયસૂર્ય સૂરીશ્વર છે, ગુરૂનું નામ વિજયપરમાનંદ સૂરીશ્વર છે, અહીં આવ્યા પછી મેં બે જણને દીક્ષા આપી છે. એક કસ્તુરચંદને અને બીજી ચતુરાબાઈને. આ શવાય બીજા કોઈને મેં દીક્ષા આપી નથી. અમારા કોઈ સાધુએ પણ દીક્ષા આપી નથી. કોઈને આપ્યાનું પણ અમારા જાણવામાં નથી” આ પ્રમાણે હકીકત આપે પોલીસમાં જણાવી છે ?
આચાર્ય જવાબ આપ્યો “હા, તે પ્રમાણે મેં લખાવી છે.” કલેકટર “તે હકીકત આપે સાચી લખાવી છે ?” આચાર્ય–“ હા, સાચી લખાવી છે.” કલેકટર–“ શું આ આપ હડહડતું જુઠું બોલતા નથી ?": આચાર્ય–“ના, બીલકુલ નહીં.”
કલેકટર—“કદાચ ધર્મના કામમાં જુદું બેલવાને પ્રસંગ આવે તો આપ જુઠું બોલો ખરા ?”
આચાર્ય આ શબ્દો સાંભળી ઉંડા વિચારમાં પડયા.”
કલેકટર–“આમ શા માટે વિચાર કરવો પડે છે? આપને પાળવાના સિદ્ધાંતે નકકી થયેલા છે તે પછી વિચાર કરવાને હોય જ નહીં.”
આચાર્ય “લાભાલાભને વિચાર કરવો પડે.”
કલેકટર “ધારે કે જુઠું બોલવાથી આપને ધર્મને વધારે લાભ થાય તો તે વખતે આ૫ જુઠું બોલે છે ?”
આચાર્ય– વિચાર કરીને) “જે સમય.”
કલેકટર–“હું આપને ખાસ ભાર દઈને અને ખાસ આપના ધ્યાન ઉપર લાવીને કહું છું કે ઉપરના આપના સિદ્ધાંતને વળગીને પોલીસ આગળ હકીકત લખાવી છે તે ખરેખરી સત્ય લખાવી છે ?'
આ શબ્દોથી આચાર્યની મુંઝવણ વધતી ગઈ. લાભાલાભ શબ્દ મેંઢામાંથી નીકળી ગયો તે હવે શી રીતે પાછા પેસે ? વ્યાખ્યાનમાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com