________________
લાલભાઈ શેઠની અંધ શ્રદ્ધા.
૨૦૯ ----
લાલભાઇ–“વર્ધમાન વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી ઉજવવા માટે તેના કાર્યવાહકેએ જાહેર પત્રિકા કાઢી છે. ચૈત્ર સુદ ૧૫ ના રોજ વિદ્યાલયના મકાનમાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસ મીસ્ટર માટનના પ્રમુખપણું નીચે જ્યુબીલી ઉજવવાનું રાખ્યું છે.”
આચાર્ય “જોયું લાલભાઈ શેઠ ? આ મારાથી કેમ ખમાય ? આવા માંસાહારી માણસને વિદ્યાલયમાં લાવી પ્રમુખની ખુરશી ઉપર બેસાડે અને તેના પ્રમુખપણ નીચે મહોત્સવ ઉજવે ! આવું હડહડતું પાપ મારાથી શી રીતે સહન થાય ? તે લોકો જૈનધર્મનું સત્યાનાશ વાળવા બેઠા છે. અંગારા પાક્યા અને બીજા સેંકડો અંગારા પકવવાની ભઠ્ઠીઓ સળગાવી રહ્યા છે. ભાઈ શું કરું? ઘર ફુટે ઘર જાય છે. જ્યારે અમારામાંથી બીજા પાંચ સાત આચાર્યો અને સાધુઓ તેમની પક્ષમાં ભળ્યા. અને ખોટા ઉપદેશ દીધા ત્યારે એ આટલા બધા કાવી ગયા. લાલભાઈ ! તમે તેમાં જશે નહીં અને તમારા ઘરના કોઈ પણ માણસને તેમાં ભાગ લેવા જવા દેશે નહીં. નહીં તે ભ્રષ્ટ થઈ જશે. જેને જવું હોય તે જાય. જનારા સઘળા અભવી છ સમજવા.”
લાલભાઈ–“ અરે ! હું તેમાં પગ દઉં? હું તે તદ્દન વિરૂદ્ધ છું. જે કઈ મદદ કરવા જાય છે તેમને અટકાવવા પ્રયત્ન કરું છું.
જ્યુબીલી ઉજવવા દો. પચીસ વર્ષ સુધી કેવી ટકાવી છે એવું આપણને જણાવવા – અરે ચીડવવા – સીલ્વર જ્યુબીલીનો મહોત્સવ શેધી કા. અઠ્ઠાઈ ઉત્સવ કે ઉજમણાં સુઝતાં નથી અને આવાં ફેકટ ખરચ કરવાં ઉકલે છે. મહારાજ ! એમાં કોઈને દોષ નથી. પાંચમા આરાને મહીમા છે. લોકોને બુદ્ધિ અવળી સુઝવાની. શ્રાવકો તો બગયા પણ આચાર્યોએ એવી સંસ્થાઓ ઉભી કરાવી છે. મોટા પાંચ આચાર્યો તેને પુષ્ટિ આપી રહ્યા છે. તેઓ ગૃહસ્થાશ્રમને વખાણું વખાણું પાણી ચડાવે છે, પણ મહારાજ ! જરૂર તે પસ્તાવાના છે. દીક્ષામાર્ગ શીવાય બીજા કોઈ પણ માર્ગ ઉદ્ધાર નથી. જૈન પાઠશાળાને ઉત્તેજન અપાય તે તો ઠીક, કારણ કે તેમાંથી દીક્ષાના ઉમે
૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com